________________
વણિક મહાજને મૂળસ્થાન મોહનપુરથી અને ત્યાંથી અગીઆરમા સૈકાની આખરે કપડવંજ ને ચાંપાનેર તથા આજુબાજુના ગામડાંમાં સ્થળાંતર કર્યું. આમ કરતાં એકાદ સૈકું તે ગયું હશે. પછી પંદરમા સૈકામાં મોડાસા સજીવન થયું ત્યારે કપડવંજ અને ચાંપાનેર સિવાયના ત્યાં બધા આજુબાજુના એકઠા થઈ મોડાસામાં વસ્યા. ત્યાં બે ત્રણ સૈકા ઠરીઠામ રહી અઢારમી સદીમાં સ્થળાંતર કર્યું તેમાં કપડવંજમાં ઘણું કુટુંબે આવ્યાં. તે જ સમયમાં ચાંપાનેર પણ ભાગ્યું. ત્યાંથી પણ કપડવંજમાં ભરતી. થઈ આ બધી હીજરત, ઈ. સ. ૧૮૦૨ વિ. સં. ૧૮૫૮ માં સહાયકારી
જનાને અમલ થયે ત્યારથી બંધ થઈને દેશ થાળે પડશે. આ સાતસે વર્ષના ઇતિહાસમાં કપડવંજ વિશા નીમા વણિકે શરૂઆતથી તે આજ સુધી રફતે રફતે આવ્યા કર્યા છે. ખેડા જીલ્લામાં કપડવંજ સાથે મહુધામાં વિશા નીમા વણિકની વસ્તી છે. આ બે ગામની વસ્તી બહુ પુરાતની એટલે લગભગ આઠમેં વર્ષ ઉપરની છે. મહુધામાંથી આપત્તિ સમયે કેટલાક કાનમ જીલ્લામાં ને સુરત બંદરે જઈ વસ્યા હતા. સુરતમાં એક સમયે પંદર વિશ ઘર હતાં ને તેમણે સુરત નાનપુરા પોપટ મહેલામાં બંધાવેલું જૈન દેરાસર છે. હાલ સુરત ને ભરૂચમાં વિશા નીમાની વસ્તી નથી. એટલું જ નહીં પણ કંપડવંજ ને મહુધા તથા કાનમ જીલ્લા સિવાય કાઠીઆવાડમાં, ગુજરાતના મધ્ય ને પશ્ચિમ ભાગમાં કઈ જગાએ વસ્તી નથી. અખિલ હિંદમાં દશા અને રાતની વસ્તી ક્યા ક્યા ગામમાં અને તેમાં ઘર તથા મનુષ્ય સંખ્યા કેટલી છે તેની માહીતિ આ પુસ્તકના ૧૦ મા પ્રકરણમાં આવે છે.
આ સિવાય મધ્યપ્રાંતમાં દશા નીમાની વસ્તી છે તેમના ગામની સંખ્યા ૧૧૮, ઘર સંખ્યા ૫૮૧ ને પુરૂષ ૧૩૨૫ અને સ્ત્રી ૧૨૦૬ મળી ૨૫૩૧ માણસની વસ્તી છે. તેઓ દશા નીમા વણિક સાથે વ્યવહાર કરવા રાજી છે. જે કઈ સેવાભાવી એ તરફ પ્રયત્ન કરે તે જ્ઞાતિનું સંગઠ્ઠન સારું થાય, તેનું બીજું અધિવેશન અમરવાડા છલે બાલાઘાટમાં ભરાયેલું હતું તેના રિપોર્ટ ઉયરથી આ હકીકત લીધી છે.
ઈ. સ. ૧૮૩૧, સવંત ૧૯૨૭ માં થયેલા વસ્તીપત્રક પ્રમાણે. નીમા વણિકની મુંબઈ ઈલાકામાં મંદીબંધા ૩૦૪૬ ને શ્રાવક ર૭૨૮. મળી કુલ્લ પ૭૭૪ ની વસ્તી નેંધાઈ છે. આમાં દશા અને વિશાના ભેદ જુદા પાડયા નથી. સાંપ્રદાયિક ભેદ જુદા પાડેલા જણાય છે.
ત્યાર પછી ચાલીશ વર્ષે એટલે ઈ. સં. ૧૯૧૧ સંવત ૧૯૬૭ ના વસ્તી પત્રકમાં કંઠી બંધામાં ૨૦૦૨ પુરૂષ અને ૨૧૮૧ સ્ત્રીઓ મળી ૪૧૮૩ નીમા વણિઆની.
સ્તી નેંધાઈ છે. શ્રા કે પુરૂષ ૪૭૬ અને સ્ત્રી ૫૧૫ મળી ૯૧ ની વસ્તી.