________________
–૧૩૨–
એકઠી કરી તે ઉપર વિચાર ચલાવી આ યોજના તેના સત્ય સ્વરૂપમાં નિર્માણ થાય તે માટે એક યજમાન ગૃહસ્થની મદદ માંગી. આ ગૃહસ્થ, લેખકના સમકાલિન, બાળનેહિ જૂની સંસ્કૃતિના સંરક્ષક, તેમની નાતમાં વ્યવહારિક બુદ્ધિ શક્તિમાં અજોડ, પિતાના કુલગુરૂ ઉપર કુટુંબીજન જેટલો ભાવ રાખનાર, તે ઉપરાંત આ લેખકના પરમ મિત્ર ગાંધી વાડીલાલ લીંબાભાઈ તેમની પાસે આ ભેગી કરેલી બધી હકીકત મૂકી. તેઓશ્રીએ તે હકીકત ઉપર લેખક તથા તેમના બીજા સમકાલિન મિત્ર સાથે ચર્ચા કરી, આ કાયમનાં ત્રીશ કુટુંબની અટકે, તેમના ધંધા, તેમના હાલમાં ચાલતાં લગ્ન સંબંધ એ સઘળું ધ્યાનમાં લઈ દરેક કુટુંબને તેમના ગેત્રનું નામ આપ્યું અને તે કુટુંબના મૂળ પુરૂષથી શરૂ કરી આજ સુધીનું પેઢીનામું (વંશાવળી) પૂછી પૂછીને લખાવી તૈયાર કરાવ્યું. લેખકને કહેતાં આનંદ થાય છે કે આ વાતને ત્રીશ વર્ષ ઉપરાંત થયા છતાં એકાદ અપવાદ સિવાય ત્રમજને દાખલ શેળે જડતો નથી. આથી વિશા નીમા વાણિઆની જૂની સંસ્કૃતિ જળવાઈ રહી છે. આવા તુત્ય સર્વજ્ઞાતિ સેવાકાર્યમાં લેખકના એ સદગત સન્મિત્રને ફાળે પુષ્કળ છે. એ માટે એ સદ્ગતના આત્માને જેટલો આશિર્વાદ આપું એટલે એ છો છે. એ ત્રીશ કુટુંબેથી વધી હાલ ૪૦ કુટુંબ, મહુધા-કાનમ-ગોધરા આદિ સ્થળોએથી આવી વસેલા હેવાથી થયાં છે. ને લાણું પણ ર૩ર થયા છે, એ બધાંનાં ગોત્ર તથા સંવત ૨૦૦૫ સુધીની વંશાવળી અન્યત્ર પ્રકરણ ૧૬મામાં આપવામાં આવી છે. જેને ઉપયોગ યથાશક્તિ કરી લેખકના એ સદ્દગત સન્મિત્રના આત્માને શાંતિ આપશે તે લેખક પિતાને કૃતાર્થ થયેલ માનશે.
ન્યાતના વ્યવહારિક વિભાગ વોરા અને શા કપડવણજમાં બધા વીશા નિમા વાણિઆ છે. આ વીશા શબ્દની સમજુતી સમજવી જરૂરી છે. વીશા એ શબ્દ સંજ્ઞા સૂચક છે. એક-બે-ત્રણથી વશ સુધી. વીશ સુધી પહોંચે તે વીશા. કઈ વસ્તુમાં વીશ સુધી જવું એ અર્થ ગર્ભિત છે. ધાતુમાં સ્વચ્છ અસ્વચ્છતાનું માપ
આની” થી થાય છે. તદન સ્વરછ તે સેળ આની અને એથી ઓછું તે પંદર, ચૌદ, તેર, બાર આની એમ અંકાય છે. બહુ ઓછું તે એક આની ગણાય છે. આજ પ્રમાણે મનુષ્યના ગુણ, સ્વભાવ, ટેવ માનસિક ઉદારતા વિગેરે સદ્ગણોનું માપ વ્યવહારમાં તે આનીથી અંકાય છે. વળી એ આનીથી પણ ઝીણવટરીતે ગણત્રી કરવી હોય તે દેકડાનું માપ ઠરાવ્યું છે જે એક રૂપિયાને એકસેએ ભાગ છે. આવી રીતે વ્યવહારમાં ગણત્રી માટે એક સંજ્ઞા છે. પણ જુના સંસ્કૃત રથમાં આવી ગણત્રી માટે થરાનું માપ નકકી કરેલ છે. બ્રાહ્મણેએ મનુષ્યના ગુણ, સ્વભાવ, ટેવ, માનસિક સ્થીતિ વગેરેનું માપ વશાથી માપવાનું ઠરાવ્યું છે. જે