________________
૨૩૮
ર૯. પ્રેસીડેન્ટની હકુમતપ્રમુખ જે નિકાલ આપે તેને સભ્યો આધીન રહેશે. પ્રમુખની વિરૂદ્ધ જે કઈ કહેવાનું હોય તે સંમેલનની ખુલ્લી બેઠકમાં કહી શકશે.
૩૦ કાસ્ટીંગ વોટ. દરેક પ્રમુખ અગર ચેરમેનને પિતાને પરસનલ એક મત અને સરખા મત પડે તે બીજો એક વધુ મત એટલે કે કાસ્ટીંગ ટ (casting vote), એમ બે મત આપવાનો અધિકાર રહેશે.
૩૧. જનરલ સેક્રેટરી. મંડળ એક જનરલ સેક્રેટરી નીમશે. તે સેક્રેટરી પાસે મંડળના તમામ કાગળો, ચોપડા તથા મિલક્તો વિગેરે રહેશે.
૩ર. કામચલાઉ સેક્રેટરી. કાર્યવાહી સમિતિ તેના કામ માટે એક બીજા ગ્ય સેક્રેટરી નીમશે અને કાર્યવાહી સમિતિનું કામ તથા તેમણે નીમેલી પેટા સમિતિઓનું કામ તે સેક્રેટરી કરશે. અને કાર્યવાહી સમિતિએનું કામ પુરૂ થયેથી તેનું તમામ દફતર તથા મીક્ત જનરલ સેક્રેટરીને સંપી દેશે.
૩૩, ટ્રેઝરર, મંડળ એક કાશાધ્યક્ષ (Treasurer) નમશે.
૩૪. ખરચ માટે ફાળો. સંસ્થા અગર મંડળના કાયમી ચાલુ ખર્ચ (running expenses) માટે વસ્તી પ્રમાણે દરેક એકમ ઉપર જરૂરી ફાળો (cess) સમેલન નાંખી શકશે.
૩૫. ઠરાવની નેટીસ સંમેલનમાં મુકવાના ઠરાવો (resolutions) વિગેરેની લેખીત નેટિસ સંમેલનની તારીખની દશ દિવસ અગાઉ પ્રેસીડેન્ટને અગર જનરલ સેક્રેટરીને આપવી પડશે. પરંતુ પ્રેસીડેન્ટ પિતે સંમેલનમાં કોઈપણ ઠરાવ કોઈપણ વખતે મુકી શકશે.
૩૬. દરખાસ્તમાં સુધારે. મૂળ દરખાસ્ત ઉપર સુધારે (amendment) આવે તે પહેલાં amendment ઉપર મત લેવો અને તેમાં વધુ મત મળે છે તે સુધારા (amendment) સાથેની દરખાસ્ત ફરીથી મત ગણત્રી (Voting) માટે મુકવી.
૩૭. સભા મુલતવીની દરખાસ, સભા મુલતવી રાખવાની દરખાસ્ત (adjournment motion) સૌથી પહેલી હાથ ધરવામાં આવશે અને તે વધુ મતે પસાર થયેલી ગણાશે.