________________
૨૭૮
ઠરાવ અગીઆરઃ -ગાંધી ગીરધરલાલ હીરાચદ તરફથી “ આપણે જેને જ્યારે એકબીજાને મળીએ ત્યારે ‘જય જીનેન્દ્ર” શબ્દથી આવકારવાને” ઠરાવ આવ્યો હતો. કમિટીએ આની પ્રશંસા કરી તેને આદરવા માટે ભલામણ કરી હતી તેમને બીજે ઠરાવ “કસરતશાળા વિગેરે ખેલવા સંબંધીને ” કેળવણું કમિટીને મોકલી આપવા ઠરાવ્યું હતું.
ઠરાવ બારમો:- ભાઈ શ્રી ભુરાભાઈ અમીચંદ ગોધરાવાળા તરફથી આવેલો “શિક્ષણ સંબંધીને ” ઠરાવ કેળવણી કમિટીને મોકલી આપવા ઠરાવ્યું હતું.
ઠરાવ તેરમો:- રા. રા. ગાંધી રમણલાલ છગનલાલ તરફથી “વિધવાઓને ભરણુ પિષણ વિગેરે બાબત સુચના કરતો” ઠરાવ આવે તે આવતા સંમેલન ઉપર ચર્ચવા ઠરાવ્યું હતું. તેમજ બીજા ઠરાવ તેઓ તરફથી પ્રસુતિગૃહની યોજના તેમજ પાંજરાપોળના વહિવટ વિગેરે બાબતના હતા તે દરેક ગામની સ્થાનિક પરિસેથતિ ઉપર અવલબતા હોવાથી તે દરેકે સ્થાનિક વ્યવસ્થા કરી લેવી તેમ ઠરાવ્યું હતું.
ઠરાવ ચૌદમે - ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી “નેકરી ધંધા અંગે ભાઈઓને મદદ બાબતને” ઠરાવ રજુ કરતાં તેઓએ જણાવ્યું હતું કે એક મધ્યસ્થ (બુ) ઓફીસ સ્થાપવામાં આવી છે. અને તેની કમિટીના ચાર મેમ્બરો છે (૧) ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ (૨) શેઠ બાબુભાઈ મણિભાઈ પરીખ (૩) ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ (૪) ભાઈ છોટાલાલ મનસુખભાઈ શાહ અને તેની ઓફીસ, શેઠ રમણલાલ છોટાલાલની પેઢી, ઝવેરી બજાર, મુંબઈ રાખેલી છે. તે જે ભાઈઓને જરૂર પડે તેઓએ તે સરનામે અરજી મોકલવી. કમિટીએ આ ગોઠવણને મંજુરી આપી હતી.
ઠરાવ પંદરમો:- રા. રા શા.નગીનદાસ મહાસુખભાઈએ શકય હોય ત્યાં જન ભેજનાલય શરૂ કરવાની કરેલી સુચનાવાળો ઠરાવ હાથ ધરતાં, તે ઠરાવ ભલામણ રૂપે સંમેલનની ખુલ્લી બેઠકમાં રજુ કરવા ઠરાવવામાં આવ્યું હતું.
કરાવળમ:-રા. રા.દેસી સેમાભાઈ પુનમચંદ તરફથી “સંમેલન પ્રસંગે” જ્ઞાતિ સુધારણાના વિષય ઉપર વિદ્યાર્થિઓ પાસેથી નિબંધ લખાવી મંગાવવા અને તે માટે બે ઇનામ રાખવાં. તેમજ પસંદગી પામેલા નિબંધે સંમેલનમાં વંચાવવા ” એવો ઠરાવ રજુ કરવામાં આવેલા.
આને ભાઈ નગીનભાઈ દલસુખભાઈએ ટેકો આપતાં જણાવ્યું કે જે આ ઠરાવ સ્વીકારવામાં આવશે તે રૂપીઆ એકાવન એકાવનનાં બે ઇનામ આપવામાં આવશે.
વળી વધારામાં સંમેલનના ટાઈમે વ્યાયામ હરિફાઈ ગોઠવવા સંબંધી પણ સુચના આપેલી.
આ બેઉની વ્યવસ્થા બાબત, પ્રમુખશ્રીની દોરવણી ઉપર છોડવામાં આવી હતી. અને તેઓ જે પ્રમાણે હવે પછી જણાવે તેમ કરવાનું ઠરાવ્યું હતું. વિષય પણ તેઓજ નકકી કરી જણાવશે.
ઠરાવ સતર:-રા. રા. ગાંધી ચીમનલાલ છગનલાલ ગોધરાવાળા તરફથી તેઓ વિવિધ રીતીએ લગ્ન બાબતને ઠરાવ રજુ થતાં તેને રૂલ આઉટ કરવામાં આવ્યો હતો.
ઠરાવ અઢારમો - ભાઈ ગીરધરલાલ હેમચંદ શાહ તરફથી કેળવણી બાબતને હતે. જે કેળવણી કમિટીને મોકલવા ઠરાવ્યું હતું.