________________
-૧૫૪– પિતાની ગૃહસ્થ ધર્મની ફરજો પૂરી કરી દીક્ષા લીધી. આમાં કોઈકે અકાળે એટલે બીલકુલ નાનપણમાં પણ ઝંપલાવ્યું હશે પરંતુ તેઓ ત્યાં ધાર્મિક કાર્યોમાં બહુ સારા કાર્યકર નીવડયા છે. આ રીતે કપડવંજ નિવાસી શ્રાવક શ્રાવિકામાંથી લગભગ એક વ્યક્તિઓએ દીક્ષા લીધી હશે. અને તેનામાં ઘણાખરા અત્યારે દીઘાયુષી હેઈ સાંપ્રત જમાનામાં આગળ પડતે ભાગ લેતા જોઈએ છીએ. આ સિદ્ધિના યશને ઘણે ભાગ ગાંધી મગનલાલ ભાઈચંદભાઈને અને તેમના
વ્યવસ્થાપકેએ સ્થાપેલી જૈન પાઠશાળાને ફાળે જાય છે. આ સંસ્થા ૫૪ વર્ષની વૃદ્ધ થઈ છે. તેના ફરતાફરતી વ્યવસ્થાપક અને જૈન શિક્ષકેની પૂરેપૂરી કાળજીના અભાવે વિદ્યાર્થીઓની અછતના ભૂખમરાએ ક્ષયરોગથી પીડાતી માત્ર નામથી છવતી રહી છે. હાલની અંગ્રેજી પદ્ધતિની વિઘાતક કેળવણીના પ્રતાપે યુવક અને યુવતીએ આ સંસ્થા તરફ આકર્ષાતાં જણાતાં નથી, છતાં હાલના પ્રૌઢ અને સાધન સંપન્ન આગેવાને કે જેમાંના કેટલાક આ પાઠશાળાના જૂના વિદ્યાથીઓ છે તેઓ જેના કારે આ પોતાની માતૃસંસ્થાને નવા નવા ઉપાયોથી સજીવન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં પરીખ વાડીલાલ મનસુખભાઈ એમણે પિતાના સ્વર્ગવાસી પુત્રના સમર્ણાર્થે
જ્યાં હાલ જૈનશાળા બેસે છે તે મકાનમાં વાંચનાલય (લાઈબ્રેરી) કાઢયું છે. તેમાં સ્ત્રીઓ તથા છોકરીઓ માટે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી વખત તેમને માટે જ ખાસ રાખેલે છે. જેથી તેઓ આ ધાર્મિક જ્ઞાન લેવા પ્રેરાય એ તેમને શુભ હેતુ છે.
सार्वजनिक सखावतो ઉપર પ્રમાણે ધાર્મિક સંપ્રદાયમાં સંતોષકારક ફાળો આવ્યા છે તે સાથે સાર્વજનિક કાર્યોમાં પણ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિ તેમની બીજી ભાઈબંધ જ્ઞાતિઓ કરતાં આગળ નંબર ધરાવે છે. મતલબ કે કપડવંજની બીજી હિંદુ અને વહેરા કેમ તરફથી જેટલાં સાર્વજનિક કાર્યો થયાં છે તે કરતાં આ જ્ઞાતિ તરફથી વધારે થયાં છે. આ સાર્વજનિક કાર્યોમાં દરેક ધર્મની અને દરેક કેમની પ્રજાને સરખી ઉપયોગમાં આવે એવી ચીવટ રાખેલી છે. સ્વર્ગસ્થ શેઠ મીઠાભાઈ ગુલાલચંદના નામથી સરખલી આ દરવાજા બહાર ધર્મશાળા બંધાવી છે. તેમના સમયમાં આ દરવાજેથી બહારગામ વેપારવણજ માટે જવા આવવાને ધસારો સાથે હતે. તેથી જતા આવતા મુસાફરે, વેપારીઓ, વટેમાર્ગુઓને આવા વિશ્રામસ્થાનની ખાસ જરૂર હતી. આ ધર્મશાળામાં સાડા સાત પુટ ઉંચાઈના હનુમાનની મુર્તિ સ્થાપન કરી તેનું દહેરૂ બંધાવેલું છે. ત્યાં દર વર્ષે આ વદ ૧૪ ને દિવસે સઘળી કપડવંજ પ્રજા દર્શન કરવા જાય છે. તદુપરાંત (૨) સ્વર્ગસ્થ શેઠના નામથી પાંજરાપોળ ચાલે છે તેને