________________
((52)
ગંગા નદીનાં પાણી ફરી વળ્યાં. જ્યાં ગંગાનદી વહેતી હતી તે પાત્ર (જગા) ઉંચી આવીને ત્યાં જમીન થઇ ગઇ. હેવાય છે કે તે તારીખે તે સ્થળે ગોધર નદીના પટ પાંચ માઇલ પહેાળા થઈ ગયા હતા. આ બનાવ વિષે મુજપુરની ઇ. સ. ૧૯૩૪ પછી જન્મેલા પ્રજાજનને ઈ. સ. ૨૦૩૪ ની સાલમાં કોઈ પૂછે કે આ શહેરની દશા આવી કેમ છે ? તે તે શા ઉત્તર દેશે ? તેવા ઉત્તર આ કામના નાશને માટેના છે.
મંદિરની બાંધણી અને આજુબાજુની જમીનમાંથી નીકળતા પત્થર, ઇંટ વિગેરે જોતાં ત્યાં એક માટું શહેર હશે એમ નક્કી લાગે છે. વળી તે ગુજરાત અને મેવાડની સરહદ પર આવેલુ હોવાથી ત્યાં વેપારવણજ બહુ સારા ચાલતા હતા. તેના અવશેષરૂપે હાલ પણ દર વર્ષે કારતક સુદ ૫ થી કારતક વદ ૫ સુધી બહુ મોટા મેળા ભરાય છે. હાલ પણ રતલામી બળદ, ખેતીની પેદાશ, કંસારાના માલ, માળવાનું અફીણ, ગુજરાતની તબાકુ, વળીઆરી વિગેરેની આપલે આ મેળામાં દર વર્ષે પુષ્કળ થાય છે. આ બધા ઉપરથી તે પુરાતન સ્થળ છે એ નક્કી છે. હાલના વેપાર જોતાં પહેલાંના આ સ્થળે ધમાકાર વેપાર ચાલત હશે. અને વેપાર કરનારા સાહસિક વેપારીએ અને તેમાં મુખ્યત્વે આપણા નિયમા વૈશ્ય: જે પાછળથી નિયમા વાણિજ્જ નામ ધારણ કરનારા હાલના નીમા વણિક મહાજન નામધારીના વડવાઓની વસતી પુષ્કળ હશે. તેમની જાહેાજલાલીના સમયમાં કાઇ સાહસિક સખાવતી ગૃહસ્થે આ મંદિર ખંધાવ્યું હશે એમ અનુમાન કરવામાં ખાટું નથી. આ મ ંદિરની સ્થાપનાના સમયમાં નિયમો વાળિગ્ય અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણાની વસ્તી સારી હશે અને સ્થીતિ પણ સારી હશે. પરંતુ તેમની ઉત્પત્તિ અને નાશના નિશ્ચિત સમય કહેવાનું તે કંઇ સાધન હજીસુધી તા મળી આવ્યું નથી.
ગુજરાત સર્વસંગ્રહમાં મુંબાઇ ઈલાકામાં વસ્તીની તપસીલ લખતાં ચારાશી જાતના બ્રાહ્મણાનાં નામ અને સંખ્યા લખી છે, તેમાં “ઉદુમ્બર: બ્રાહ્મણા (૩૪૧) વસ્તી તે શામળાજી તરફથી આવેલ છે ને તે નીમા વાણુિઆના ગેર છે.” • આ લખાણુથી પણ નીમા વાણિઆનું સ્થાન શામળાજી હશે એમ સુચિત થાય છે.( ગુજરાત સર્વસંગ્રહ પૃષ્ઠ ૪૬ તથા ૫૮). એજ પુસ્તકમાં વાણૢિઆ જાતની પણ ૮૪ નાતે ગણાવી છે તેમાં ૧૭ જ્ઞાતિએ તે વસ્તીમાં બહુ ઓછી છે. કપાળ, ખડાયતા, મેવાડા એ કંઠી બંધામાં અને આસવાળ, નીમા, શ્રીમાળી એ શ્રાવકમાં વીશા વર્ગની સંખ્યા વધારે છે. અને ઝારાળા, દિશાવાળ, નાગર, નીમા, પારવાડ, લાડ, શ્રીમાળી, એ કડી ખંધામાં ને પોરવાડ શ્રાવકમાં શા વર્ગની સંખ્યા માટી છે. (ગુજરાત સ સંગ્રહ પૃષ્ઠ ૮૧) ૨
"