________________
प्रकरण १४ मुं. कपडवणज निवासी वीशा नियमा वाणिज्य ...
૩છું.
वीशा नीमा वणिक महाजन નિયમ વાક્ય એ સંસ્કૃત ભાષાને સામાસિક શબ્દ છે. એ તૃતિયા તપુરૂષ સમાસ છે. તે શબ્દને છુટા પાડી તેને અર્થ સમજીએ તો નિશમેન વાણિજ્ય એટલે નિયમ વડે વ્યવહાર કરનાર તે નિયમા વાણિજે, હાલના સમયને અનુસરી અર્થ સમજીએ તે અમુક વસ્તુ અગર વસ્તુઓને વ્યવહાર એટલે આપ લે કરવાને પરવાને, અધિકાર, ઈજા, પટે અથથા લાયસન્સ હોય તેવા વ્યાપારીને તે સમયની ભાષામાં નિયમા વાળચ કહ્યા,
ઉપર કહી ગયા તે પ્રમાણે નિયમા વાણિજ્ય એ શુદ્ધ ગુજરાતી ભાષાનો શબ્દ નથી પરંતુ હાલ બેલાતી ગુજરાતી ભાષા પહેલાં બેલાતી લેક ભાષાને શબ્દ છે. આ ભાષા શ્રીમાનું વસ્તુપાલ તેજપાલના સમયમાં એટલે સંવત્ ૧૨૭૫ની આસપાસના સમયમાં બોલાતી ભાષા કરતાં પણ જૂની ભાષાને શબ્દ છે. એ જૂની ભાષા સંવત આઠમા સૈકાથી અગીઆરમા સૈકા સુધીના કાળમાં બેલાતી ને લખાતી ભાષાને આ શબ્દ હોય એમ જણાય છે. આ ભાષામાં લખાએલાં શાસ્ત્ર, પુસ્તક, ગ્રંથ, રાસ, કવિતાઓ, વિગેરે ભાષા સાહિત્ય જૈન ભંડારમાંથી મળી આવે છે. વળી એ સમયમાં બ્રાહ્મણોએ જેમ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી હતી તેમ પિતાની સંસ્કૃત ભાષા પણ સાચવી રાખી હતી. એટલે તે સમયનાં બ્રાહ્મણોએ લખેલાં પુરાણો, આખ્યાને, નાટક વિગેરે સંસ્કૃતમાં લખેલાં મળી આવે છે એટલુંજ નહીં પણ નાટકમાં બ્રાહ્મણ, નષિ, મુની વિગેરે બોલે છે ત્યારે બ્રાહ્મણને અને ક્ષત્રિયને, કાર્યપુત્ર એમ બેલે છે, ને બ્રાહ્મણ સિવાય બીજી વર્ણના લેકે બોલે છે ત્યારે તે સમયની લેકભાષામાં વપરાતા શબ્દ બોલે છે. મતલબ કે તે સમય લેકભાષા સંસ્કૃત નહતી, પરંતુ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી તેની મોટી દીકરી પ્રાકૃત અગર અર્ધમાગધી કે અપભ્રંશ નામે ઓળખાતી લેકભાષા હતી. આ ભાષામાં સંસ્કૃત શબ્દોને જ વધારે છે. ને લેકભાષાના શબ્દો છે, તે સંસ્કૃત નાષાના શબ્દથી ઓછા વિકારવાળા છે, આથી આપણું નિયમા વાળગ્ય નામ સંસ્કૃત ઉપરથી લોકભાષામાં આઠમાં સૈકા પછી આવ્યું. ત્યાર પહેલાં આપણું નામ માત્ર વૈરૂર હતું. તે જ્યારે ધર્મ પરિવર્તન થયું અને સામાજીક અવ્યવસ્થા થાળે પાન્નાને સમાજ નિયામકેએ પ્રયત્ન કર્યો, ત્યારે આપણી વૈધ જાતિને વીણી કાઢી