________________
(૫) તિહાસિક પાતઃ
ઈ. સ. ૧૪૫૩ માં કપડવંજ આગળ અમદાવાદના સુલતાન કુતબુદ્દીનશાહે માળવાનો સુલતાન સામા થોડા કલાક લડાઈ કરી જીત મેળવી, પણ લડાઈમાં સુલતાન, શાહની છાવણીમાં ઘુસી તેને તાજ તથા નંગે જડેલે કમરબંધ લઈ જવાને શકિતમાન થયો હતો. કહેવાય છે કે ઘોળકાના રહેનાર જે દરવાજિઆ એ નામે ઓળખાતા તેઓની બહાદુરીથી ગુજરાતના બાદશાહની છત થઈ હતી. માળવાના સુલતાનને ઉશ્કેરનાર મુઝફરખાન હતો તેને પકડી ાર કરવામાં આવ્યો હતો અને તેનું માથું કપડવંજના દરવાજા ઉપર ચડયું હતું.
પરિશિષ્ટ ૧લું સમાપ્ત.