________________
૩૨૧
વાત માનવા તૈયાર ન થાય તેવી વાતો આ શેઠીઆઓની હતી. આજ પણ તેનાં રહ્યાં સહ્યાં પ્રતિક જેવામાં આવે છે. તેથી આ વાતની ખાતરી કરવા કોઈને પુછવાની જરૂર પડે તેમ નથી. બીજી સખાવતોમાં પણ આ ઘર બીજા શેઠીઆઓ કરતાં જરા પણ ઉતરતું ન હતું, માત્ર કણ વધુ સારું કરતું હતું તે કહેવું મુશ્કેલ છે.
શેઠ લાલભાઇને શેઠ નથુભાઈ કરીને દીકરા હતા અને શેઠાણી બાઈ જડાવની કુખે શેઠ શામળભાઈનો જન્મ થયો હતો. આજ જે શ્રી અષ્ટાપદજીનું દેરાસર તેમના રહેવાના મકાનની બાજુમાં છે અને જે લાંબી શેરીમાં પડે છે તે દેરાસર શેઠાણીબાઈ અમૃતબાઈએ રૂપીઆ બે લાખ ખરચી, તદ્દન સફેદ પથ્થર વાપરી, અણમેલુ નકશીકામ કરાવી, તેમના ઉત્સાહની પીછાન વંશપરંપરા ચાલે તેવું બંધાવેલું છે. આનો નમુનો આજ હિંદુસ્તાનમાં મળે તેમ નથી. શેઠાણ બાઈ અમૃતબાઇને બે દીકરા હતા, બેઉ ભાઈઓ શેડ ગિરધરભાઈ અને શેઠ નહાલચંદભાઈ સંતાન મુક્યા વિના સ્વર્ગવાસ થયા. પરંતુ નથુભાઈ શાહને શેઠાણી જડાવથી શેઠ શામળભાઈ નામે પુત્ર હતા, એ શેઠ શામળભાઇએ પણ બે વખત લગ્ન કરેલ હતાં. શેઠાણ બાઈ માણેકબાદથી તેમને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયેલું. તેમનું નામ શ્રી મણિભાઈ શેઠ હતું. અને શેઠાણી બાઈ રૂક્ષમણીથી શેઠ શ્રી શામળભાઈને એક દીકરી નામે બહેન મોતીબહેન કરીને હતાં જેઓનું લગ્ન મહેતા ત્રંબકલાલ મગનલાલ સાથે કરેલ હતું. તેઓ પણ તેમની પાછળ માત્ર એક દીકરીનો વિસ્તાર મુકી સ્વર્ગવાસ થયાં જેથી તે વેલે ત્યાંથી બંધ થવા છતાં, શેઠાણ બાઈ માણેકબાઈના પુત્ર શેઠ શ્રી મણિભાઈથી વેલો આગળ વધ્યો. શેઠ મણિભાઈને માત્ર વીસ વરસની ભરજુવાનીમાં દૈવે અકાળે ઝુંટવી લીધા. તેઓએ સંવત ૧૯૫૨ ની સાલમાં જ્યારે કપડવણજમાં તઈવાડામાં જન્મ પામેલી મોટી આગે દેખાવ દીધો કે જેમાં લગભગ ચારસો ઘર બળી ગયાં અને કંઇકને રસ્તા ઉપર રખડતા કર્યા અને ભિખારી બનાવ્યા, તે સમયે આ ભરજુવાનીએ પહેલા શેઠ મણિભાઈએ એવો ભાગ ભજવ્યો હતો કે તેનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી. પણ તે આગે તેમનાં અંગોપાંગ ઉપર મોટી અસર કરી અને તેમને પથારી વશ કરી દીધા અને કળે તેમને અકાળે ભરખી, અમારી આખી કે મને તે શું પણ અમારા આખા કપડવણજ ગામને જાણે રંડાપ આવ્યા હોય તેવો કરૂણ બનાવ બની ગયો. શેઠ મણીભાઈ તેમની પાછળ એક દીકરી બહેન ચંપાબહેન તથા શેઠાણી જડાવબાઈને મુકી સંવત ૧૮પર ના જેઠ સુદ ૯ ના રોજ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે બહેન ચંપા બહેનની ઉમર ઘણીજ નાની હતી. શેઠાણી શ્રી જડાવબાઈ પણ બહુજ હોંશિયાર અને બુદ્ધિશાળી હતાં. તેમને લગામ હાથમાં લીધી અને તેમના મુનિમ ભાઈ વલ્લભરામભાઈની મદદથી પિતાનો કારભાર સારી રીતે ચલાવવા માંડયું. તેમને પણ પોતાના વડવાઓને છાજે તેવી રીતે બનતી સખાવતે કરી આ કુટુંબને ઝાંખપ આવવા દીધી નથી. તેઓએ સરકારી દવાખાનામાં ઑપરેશન હૉલ, સ્કુલમાં સાયન્સ હૉલ બંધાવી આપ્યાં તેમજ પચીસ હજાર જેવી એક મોટી રકમ આપી પૅટર વર્કસની યેજનાની શરૂઆત તેમના મુનિમ ભાઈ વલ્લભરામ છોટાલાલ પાસે કરાવડાવી. જેના પ્રતાપે આજે આપણે ઘેર ઘેર પાણીના નળ અને ગટરનાં ભૂંગળાં જોઈએ છીએ. આથીજ આપણે મેલેરીઆના ઊપદ્રવથી મોટા ભાગે બચી ગયા છીએ. આ બધા પ્રતાપ દુરંદેશી અને દીર્ઘદ્રષ્ટિવાળાં અમારા શેઠાણ બાઈ જડાવ શેઠાણીને છે. તેમની પાસેથી વારસામાં મળેલા ગુણોનો ભંડારવાળાં અમારાં બહેન ચંપાબહેન દિવસે દિવસે મેટાં થતાં ગયાં અને તેમનું લગ્ન શેઠ શ્રી જમનાદાસ કરમચંદના જેષ્ઠ પુત્ર ભાઈ વાડીલાલ સાથે કરવામાં આવ્યાં. ભાઈ વાડીલાલને પહેલાં લગ્નથી પુત્ર