________________
બીજી નાતના વાણિઆ અને બ્રાહ્મણે ગુમાસ્તી કરતા હતા તે બધાઓને રજા આપવી પડી અને એ પેઢીઓ ચલાવનાર ગૃહસ્થના દીકરાઓને મુંબઈ-અમદાવાદ સુરત આદિ સ્થળે નોકરી કે ગુમાસ્તી કરવાનો વખત આવ્યે-આ પચાસ વર્ષના ગાળામાં સંતતિ બાબત બહુ ફટકે પડે છતાં જૈન ધર્મ ઉપરની અટલ શ્રદ્ધાથી ધાકવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર શેઠ વૃજલાલ મોતીચંદની પેઢી તરફથી બંધાવ્યું છે. સંવત્ ૧૯૦૪ વૈશાખ વદ ૬ જુઓ પરિશિષ્ઠ નં. ૨. તે સિવાય દલાલવાડામાં સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ને રોજ શા. વીરચંદ લાલદાસે શ્રી વાસુપુજ્ય ભગવાનનું દહેરૂ બંધાવી ત્યાં પ્રતિષ્ઠા કરી છે. એવું પરિશિષ્ઠ નં. ૨ ના પૃષ્ટ ૫૧ મે લખ્યું છે. વળી મહેંમ શેઠ નહાલચંદભાઈ નથુભાઈ નિ:સંતાન સ્વર્ગસ્થ થયા તેમની યાદગીરીમાં તથા પુન્યા તેમનાં માતુશ્રી. સદગત્ અમૃતબાઈ શેઠાણીએ સંવત ૧૯૪૨ ના વૈશાખ સુદ ૧૧ ને રોજ એક . . ભવ્ય દેરાસર બંધાવી અંદર વીસ તિર્થંકર પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ દેરાસર તે અષ્ટાપદજીના દેરાસર તરિકે ઓળખાય છે. ને તે બીજા સાતે દેરાસર કરતાં બાંધણી, સગવડ અને શેભામાં ઉત્તમ પ્રકારે છે– હિન્દુસ્તાન ભરમાં અષ્ટાપદજીનાં એકંદર દેરાસરની સંખ્યા ફક્ત ૪ છે.
" આ બધી જુની વાતે યાદ કરવામાં કંઈ અર્થ નથી, એવું હાલના સમયના કામગરા યુવાને કદાચ લાગશે તે ભય જાણતા છતાં આ દુષ્કર પ્રસંગ વિસ્તાર છે. તે એટલા જ માટે કે હાલના યુવાને કેવી ઊંચ જ્ઞાતિના ને કેવા સાહસિક વ્યાપારીઓના વંશના છે? તે જાણમાં લાવવા ઉપરાંત તેમનાં ગુણાંશ તમારામાં પણ છે માત્ર તમારી આધુનિક કેળવણને લીધે તથા તમે ગર્ભશ્રીમંતાઇમાં ઉછરેલા હોવાથી તેનાથી પેદા થતા પ્રમાદ અને મિથ્યાભિમાનમાં કદાપિ રંગાએલા. હો જેથી તમારા વૃધ્ધાના ગુણશો દબાઈ ગયા હોય, સુસ્ત થઈ ગયા હોય, તમે નાઉમેદ થઈ બેફિકરા થઈ ગયા હો, તમને ભણવું, કામ કરવું, મહેનત કરવી, વિનયી થવું ઈત્યાદિ ઉન્નતિને રસ્તે ચઢવાનાં પગથી ઉપર ચઢવું ન ગમતું હોય. તેમ કરતાં તમને શરમ આવે, આળસ આવે, વિગેરે તે સ્વભાવિક છે. તમારા વડવાઓના ગુણોને જાગૃત કરવા. નવા જમાનાને અનુસરી વેપાર “ધંધાને લાયક થવાની લાયકાત કેળવવા, અને જે તમારી પવિત્ર ફરજ છે, તે ફરજનું ભાન કરાવવા માટે જ ઉપર જણાવેલ દુઃખદ પ્રસંગ વિસ્તાર્યો છે. આશા છે કે – આથી યુવાન ભાઈઓ જાગૃત થઈ પિતાની, પોતાના કુટુંબની, સમસ્ત નાતની ને તે પછી પોતાના વતનની આબાદી, સુખ સમૃદ્ધિ ને દ્રવ્ય સંપત્તિ વધારવામાં કમર કસ આગળ વધશે જ.