________________
-૧૭૪
ઈત્યાદિ સ્થળે વસતા વસતા અનુકુળતાઓ મળતાં કેટલાક કપડવંજ આવી વસ્યા. આ જથા ચાંપાનેરથી સીધા કપડવંજ આવ્યા કે ઉપર ગણાવેલાં ગામે મુકામ કરતા કરતા આવ્યા, તે ચેકકસ કહી શકાતું નથી. આ જગ્યા પછી જૂના વખતમાં કપડવંજમાંથી હિજરત કરી સુરત–ભરૂચ-કહાનમ આદિ સ્થળાએ વસેલા વીશા નીમા વણિક તેમને અનુકુળતા મળતાં કપડવંજમાં આવી સ્થીત થયા. વધારે વસ્તીવાળું, સાધન સંપન્ન એવું વસ્તા દેસીનું કુટુંબ આવ્યું. તેમણે થોડા જ સમયમાં સંતતિ અને સંપત્તિમાં આખે દલાલવાડા અને ચિંતામણજીની ખડકી ભરી દીધી. વસ્તા દેસીના પુંજીઆદાસ દેસીના જોઈતાદાસે પિતાના નામથી આખી ખડકી ભરી દીધી. ને રતનજી પુંજીઆદાસે તે સમયના ઔદુમ્બર બ્રાહ્મણોનાં ઘર વેચાતાં લેઈ તેઓ વસ્યા. તે વાત તેમના લુગડાં ઉપરના દસ્તાવેજો ઉપરથી સિદ્ધ થાય છે. વસ્તા દોસીના કુટુંબ સાથે પાનાચંદ રૂઘનાથનું કુટુંબ કે જે તેમનાથી જુદા ગેત્રનું છે તે સાથે આવેલા, તેમનાં મકાન જોઈતા પુંજીઆની ખડકીમાં છે ને વચ્ચે-વચ્ચ ભીંતભરેલી જે અત્યારે પણ મોજુદ છે. આપણે આગળ જણાવી ગયા છીએ કે વિક્રમ સંવત્ ૧૬૪૩ માં ઔદુમ્બર બ્રાહ્મણના વડા શ્રોત્રિય સેંડા ઉદંબર કપડવંજમાં હતા તે સમયની આસપાસમાં એટલે સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં વસ્તાદસીનું કુટુંબ ચાંપાનેરથી આવ્યું એ ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થાય છે. તેમ તેમને આવવાને સમય પણ નકકી જણાઈ આવે છે. આ કુટુંબના સાહસિક અને કુનેહબાજ વંશજોએ, આપણા લાડીલા શેકીઆ કુટુંબ સાથે લગ્ન સંબંધ બાંધી તેમની સાથેના વ્યાપારમાં સાહસિક પણુથી ઝુકાવ્યું. આ કુટુંબ ઉપર કુળદેવની પુર્ણકૃપા વરસતી હતી તેથી સંતતિ અને સંપત્તિમાં ઠીકઠીક આગળ વધી શેકીઆ કુટુંબ સાથે સરખામણી કરવા કંઈક લાયક બન્યા. તેમાંના કેટલાક કુનેહબાજ નબીરાઓએ આપણું શેકીઆઓની સાથે રહી પિતાની સંપત્તીનું અને તે સાથે સમસ્ત કપડવંજની પ્રજાનું રક્ષણ ક્ષેધવા અમદાવાદના નગરશેઠની માફક પ્રયત્ન કર્યો, ને તેમાં સફળ પણ થયા. ગુજરાતના સુલતાનના સમયમાં તેમની પહેલાંના ઠાકર-જાગીરદારે, તાલુકદારે, ગરાશીઆઓ જેમની સ્વતંત્રતા અને આજીવિકા લગભગ નાશ પામવા જેવી થઈ ગઈ હતી, તેઓ મહા મહેનતે પિતાના જુના રિવાજે, ખર ને દરદમામ ટકાવી રાખતા હતા, અને તેમ કરતાં તેમને જ્યારે નાણાં ભીડ બહુ પજવતી ત્યારે પોતે કે ભાડુતિ માણસે રાખીને લૂટ-ચારી-ધાડ વિગેરે પાડવાને બંધ કરતા. મૂળનું સનાતની લેહી તેથી બ્રાહ્મણ અને સ્ત્રીઓને રંજાડતા નહીં પરંતુ વણિક દેખે તે તેને વાર કહી છોડતા પણ નહી. આવી વિકટ પરિસ્થીતિ કપડવંજની આસપાસના નજીકના પુનાદ્રા, ડાભા, આંબલી આરા, ભુંડાસણ માંડવા, સાઠંબા, માંસ ઈત્યાદિ ઠકરાત તરફથી ઉભી થતી. આપણું વણિકોએ