________________
( ૬ )
ભગાનના દર્શન માત્રથી સર્વ પાપ નાશ થાય છે, હજારા કિરણેાની કાંતિથી દૈદિપ્યમાન ભતા, 'સારરૂપી સમુદ્રમાંથી તારનાર, પાપરૂપી મેલના નાશ કરનાર, વૈકુંઠના સ્વામી, ચતુર્ભુજ સ્વરૂપ, જેને જન્મ નથી એવા, વિશ્વના માલિક, નિર્ગુણુ સ્વરૂપ, શ્યામમેઘની કાન્તીવાળા, માધવ ભગવાન શ્રી દેવગદાધરરાય પ્રભુને હમેશાં પ્રણામ કરૂં છું. (૨)
ભક્તોના કલ્યાણ માટે જુદા જુદા સ્વરૂપે અવતાર લે છે અને આ બ્રહ્માડને ધારણ કરે .છે, જેના વડે સૃષ્ટિની ઉત્પતિ છે, ને કલીયુગ અ ંતે મહાપ્રલય સમયે આ સર્વ જગત જે સ્વરૂપમાં લય પામે છે, સર્વ જગતના નિયંતા છે એવા ધનશ્યામ કાન્તીવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં હું પ્રણમું છું. (૩)
ગરીબ પ્રાણિઓનું પાલન કરનાર, સંસારનાં દુઃખાનું છેદન કરવામાં દક્ષ એટલે તૈયાર, ચારે વેદ સ્તુતિ કરાયેલા, સવેર્યાંથીપર, હમેંશાં પ્રસન્ન મુખવાળા પિતાંબર ધારી, મુરનામના દૈત્યનો નાશ કરનાર, સર્વ પાપનેા નાશ કરનાર એવા ધનશ્યામની કાન્તીવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં ભજું છું. નમું છું. (૪)
આ જગતને ધારણ કરનાર તથાં કેવલ્યપદને ધારણ કરનાર, દુઃખરૂપી દાવાનળમાંથી ઉગારનાર, હે વિષ્ણુ ભગવાન્ ! અસારીજીવાએ ગીત, ગાન અને સ્તુતિ વડે શરણુ પ્રાપ્ત કરવા ચાગ્ય, દેવાના પણ દેવ, ભક્તજનાને અભયપદ આપનાર, આનંદને આપનાર, લક્ષ્મીપતિ, ધનશ્યામના કાન્તિવાળા શ્રીદેવ ગદાધરરાય પ્રભુને હમેશાં પ્રણામ કરૂં છું. (૫)
જે સત્ય છે છતાં પણ વાણી અને વાક પટુતાથી કેવળ પ્રાણવિના મનુષ્યના મનને પેાતાની તરફ ખેંચે છે. કાન નહેાવા છતાં બધું સાંસળે છે, આંખો નહી છતાં ચારે તરફ જુએ છે, પગ નહિ હાવા છતાં સધળે સથરા ચર છે, હાથ નહી હાવા છતાં દરેક પ્રાણિને મદદ કરે છે. એવા ધનશ્યામ શ્રી દેવગઢાધરરાય પ્રભુને હંમેશાં પ્રણમું છું. નમું છું. ભજું છું. (૬)
જે આદિ એવા તથા વૃંદાવનના લાકેથી પુજાએલા, ગુણના ભંડાર જગતના ઈશ્વર, સર્વેશ્વર, વરદાન આપવામાં દયાર્દ્ર હૃદયવાળા, કામના (ઈચ્છાએ ) ને પુરી પાડનાર, સેવા કરવા ચેાગ્ય,શખ, ચક્ર, ગદા, પદમ વગેરે ચિન્ડાથી શેાભાયમાન સુંદર શરીરવાળા, જ્ઞાનદષ્ટિથી જાણવા લાયક, પવિત્ર એવા ધનશ્યામ શ્રી દેવગઢા ધરપ્રભુને ભજું છું. (૭)
જેની છાતીમાં કૌસ્તુભમણી ધારણ કરેળ છે, તે સાથે શ્રી લક્ષ્મીજી એ સ્થાનમાં બિરાજમાન છે, ધનુષ્ય, ગદા,
ચક,
વિનયને આપનાર વિગેરે આયુકાને