________________
परिशिष्ट नं. १
નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વાણિઆના મૂળ સ્થાનમાંથી સ્થળાંતરને સમય અને સમયને કંઈક ખરે ખ્યાલ આવવા માટે, (૧) મોડાસા (૨) શામળાજી (૩) ચાંપાનેર અને (૪) કપડવંજની જુની માહીતી “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાં, એ ગેઝેટિઅરનું ભાષાંત્તર કરી, સને ૧૮૭ર માં મુંબઈ સરકારે એક પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે તેમાંથી, ઉતારો કરી લીધું છે. જે વાંચ્યાથી કંઈક ખ્યાલ આવશે કે શામળાજીથી મોડાસા એ પ્રથમ સ્થળાંતર અને ત્યાંથી દક્ષિણ અને પૂર્વમાં ચાંપાનેર અને દક્ષિણ પશ્ચિમમાં કપડવણજ એ બીજું સ્થળાંતર અને ચાંપાનેર પડતી વખતે ગેધરા-દાહેદ-પંચમહાલ માળવા-નિમાડ એ ત્રીજું સ્થળાંતર કરીને વિશાનીમા વાણિઆ ગુજરાત વાગડ, માળવા અને મધ્ય હિંદુસ્થાનમાં ફેલાઈ વસ્યા છે એવા અનુમાનને આ ઐતિહાસિક પ્રમાણુ ટેકે આપે છે.
(૧) મોડાસા:
- “આમદાવાદથી ઉત્તર પૂર્વે બાવન મૈલ ઉપર ૭૪૩૧ની વસ્તી વાળું ને રૂા. ૨૮૫૭ ની મ્યુનિ. ની આવક વાળું ગામ છે. અમદાવાદમાં બાદશાહી થઈ (સંવત્ ૧૪૭ ઈ.સ. ૧૩૮૧) ત્યારથી વસેલા ગુજરાતને, ઇડર તથા ડુંગરપુરના ડુંગરીઆળા મુલકની અધવચમાં મેડાસા આવવાથી, તે અગત્યનું મથક થયું હતું. સુલતાન મહમદ ૧લાની બાદશાહતની શરૂઆતમાં (ઈ.સ. ૧૪૪૨ સંવત્ ૧૪૯૮) તે કીલ્લાવાળું થાણુંહતું. ને સોળમા સૈકાની આખરે તે ૧૬ર ગામના સુપ્રદેશમાં મુખ્ય ઠેકાણું હતું અને તેનું વર્ષ આઠ લાખની ઉપજ આપતું. મેગલાઈમાં શાહબુદ્દિન બાદશાહે (ઈ.સ. ૧૫૭૭ સં. ૧૯૩૩)મંડાસાને કીë સમરાવ્યું હતું અને થોડીક ઘડેસ્વાર ફેજ ત્યાં રાખી તે મુલકને સારે વસાવ્યું હતું. અઢારમા સૈકામાં મંડાસા ઘણી પડતી હાલતમાં આવ્યું, અને ઇ. સ. ૧૮૧૮ માં જ્યારે તે બ્રિટીશ સરકારના તાબામાં આવ્યું ત્યારે તે ઘણુંજ પાછળ હતું, છતાં તે પાછું વહેલું સુધરી, તેણે કેટલાક વેપારીઓને નવલાખ રૂ.ની પુંછવાળા બનાવ્યા હતા. તે વેળા વસ્તી ૪૦૫૮ ની હતી. હાલમાં રંગવાન, છાપવાને, ચીતરવાને એ ઉધોગ ચાલે છે. ત્યાંના તલ જે કે સારા નથી તે પણ તે ધોળેરા, વઢવાણને લીમડી સુધી જાય છે, મહુડાનું તેલ પણ સાબુ વાતે જાય છે. માટે ધંધે કાપડને છે, કાપડ મુંબાઈથી આવે છે ને આજુબાજુના પરગણામાં જાય છે. વળી આજ માલ ઉંટ ઉપર માળવેથી અમદાવાદ જાય છે અને બદલામાં ત્યાંથી કાપડ તથા બીજે માલ પાછો માળવે જાય છે. મોડાસામાં મહાલકરીને ચીફ કેંસ્ટેબલની કચેરી છે. પિષ્ટ ઑફિસ પણ છે.
(૨) રામાન -
શામળાજી એ ગામ મહીકાંઠા તથા મેવાડની હદ ઉપર મેશ્વો નદીને તીરે છે, એમાં શામળાજીનું મંદિર છે. તેથી એ ઘણા જુના વખતથી પવિત્ર મનાય છે, દહેરાં આગળ મેશ્વો નદી નાનાં નાનાં ખાબોચી રૂપે થઈ ગયેલી છે જેમાં જેમને ભૂત, બલા વિગેરે વળગેલી હોય છે તે સ્નાન કરે છે, દહેરાની ઉત્તર તરફ કરમાણું તથા સુર્યકુંડ એ નામના બે કુડે છે. શામળાજીની આસપાસ ખંડિએ ઘણાં છે. દહેરૂ ધીચ ઘી ઝાડીઓથી ભરપુર એવી ડુંગરીઓની ખીણમાં આવેલું છે. તે આશરે ૪૦૦ વર્ષનું જણાય છે. દહેરૂ રેતી, પત્થર, તથા ઈટનું બાંધેલું માળવાળુ હોઈ તેની આસપાસ કોટ છે. તેમાં એક દરવાજો મૂકેલે છે. દહેરા ઉપર સઘળી બાજુએ હાથી વિગેરેનાં પૂતળાં મૂક્યાં છે. શામળાજીના દહેરાની પાસે એક બીજું દહેરૂ સોમનારાયણનું જે એક મહાદેવનું કહેવું છે. મહાદેવનું બીંબ જમીનની અંદર ભેંયરામાં છે. અહી