Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 368
________________ - ૩૧૧ ૩૦. દરખાસ્ત અને દરખાસ્તમાં સુધારે. (૧) દરખાસ્ત મુક્યા બાદ પ્રમુખની રજા સિવાય પાછી ખેંચી શકાશે નહિ. (૨) ટેકા સિવાયની દરખાસ્તની નેંધ લેવામાં આવશે નહિ. (૩) મૂળ દરખાસ્ત ઉપર સુધારે (amendment) આવે તે સુધારા (amendment) ઉપર મત લેવા અને તેમાં વધુ મત મળે તો તે સુધારા (amendment) સાથેની દરખાસ્ત ફરીથી મત જ ગણત્રી (Voting) માટે મુકવામાં આવશે. ૩૧. સભા મુલતવીની દરખાસ્ત સભા મુલતવી રાખવાની દરખાસ્ત (adjournment motion) સૌથી પહેલી હાથ ધરવામાં આવશે અને તે વધુમતે પસાર થયેલી ગણાશે. ૩ર, ઠરાવની નેટીસ. સંમેલનમાં મુકવાના ઠર (resolutions) વિગેરેની લેખીત નેટિસ, સંમેલનની તારીખના પંદર દિવસ અગાઉ, પ્રેસીડેન્ટને અગર જનરલ સેક્રેટરીને આપવી પડશે. પ્રમુખ પિતે સમેલનમાં કંઈપણ ઠરાવ કોઈપણ વખતે મુકી શકશે તથા બીજા કોઈને ઠરાવ મુકવા પરવાનગી આપી શકશે. ૩૩, કાસ્ટીંગ વોટ, દરેક પ્રમુખ અગર ચેરમેનને પિતાને પરસનલ એક મત ઉપરાંત સરખા મત પડે તે બીજે એક વધુ મત એટલે કે કાસ્ટીંગ વોટ (casting vote), એમ બે મત આપવાને અધિકાર રહેશે. ૩૪. પ્રમુખ અગર ચેરમેનની હકુમત, પ્રમુખ અગર ચેરમેનનો નિર્ણય છેવટને ગણાશે. તે ઉપર ટીકા થઈ શકશે નહિ. પરંતુ તે સામે સંમેલનમાં અપીલ કરી શકાશે. અને તે સંબંધમાં સંમેલન યોગ્ય ઠરાવ કરી શકશે. ૩પ. બંધારણમાં ફેરફાર (અ) આ બંધારણમાં કઈપણ સુધારે વધારે યાને ફેરફાર કરવાની સંમેલનને સત્તા છે. - (બ) તેવો સુધારે, વધારે યાને ફેરફારની વિગત સાથેની લેખીત નેઢીસ સંમેલન ભરાવવાના ત્રીસ દિવસ પહેલાં પ્રમુખે દરેક પ્રતિનિધિને આપવી. (ક) તે ઠરાવ મંડળની ખુલ્લી બેઠકમાં મુકે. (ડ) હાજર રહેલા પ્રતિનિધિઓ પૈકી ઝું પ્રતિનિધિઓની બહુમતિથી ઠરાવ યાને સુધારે, વધારે, અગર ફેરફાર, પસાર થયેલું ગણાશે. પરંતુ ડું બહુમતિમાં કોઇપણ ત્રણ એકમેના ઓછામાં ઓછા એકમ દીઠ બે પ્રતિનિધિઓના મત હોવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390