________________
૨૮૨
સમસ્ત કેમને વિચાર કરવાનું છે. અને જુનવાણી વિચારને છોડી દઈ જમાનાને અનુસરતા વિચારે આગળ કરી જમાનાની સાથે ચાલવાનું છે.
વળી તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે આપણામાં પૈસાને અભાવે અભણતા હોય, તેના કરતાં ભણવા તરફ અભાવ અને તાલાવેલી નથી તે છે. દીકરો ચાર પાંચ ચોપડી ભણે એટલે તુરત દુકાને બેસેડી દેવાની વૃત્તિ સેવવામાં આવે છે. માટે લોન સ્કિમને ખરેખરી અપનાવવી હોય, તે માત્ર પૈસા ભરીને આપણી ફરજ પુરી થઈ તેવું સમજવાનું નથી, પરંતુ જે ભાઈઓ આ કામ લઈ બેઠા છે તેઓના હાથ તમે ત્યારે જ મજબુત કરી શકશે કે જ્યારે તમે તમારા છોકરાઓને વધારે ને વધારે ભણાવવાની ઈતજારી રાખશે. ભાઈ નગીનભાઈએ માત્ર પૈસાને નહિ પરંતુ તેથી વિશેષ બધા ભાઈઓના તરફથી કેળવણી પામવાના પ્રયત્નમાં સહકાર માગી લોકોના મનમાં કેળવણી પ્રત્યેનો પ્રેમ વધારે જાગૃત કર્યો હતે.
- ત્યારબાદ ભાઈ મણીલાલ માણેકચંદ શાહે કેટલીક કેળવણીની યોજનાઓ સમજાવી હતી અને વિવિધ પ્રકારે અને સહકારી ઘોરણે છાત્રાલયે વિગેરે ખેલીને વ્યવસ્થા કરવાનું સમજાવ્યું હતું. - વધારામાં તેઓએ નાની ઉમરમાં થતા દીકરા દીકરીઓના વિવાહ વડી કાઢયા હતા. અને તેનાં અનિષ્ટ પરિણામો સમજાવી સર્વને તેવા કામથી દૂર રહેવા સમજાવ્યું હતું.
ત્યારબાદ ભાઈ મણીલાલ ભણસાળીએ સર્વ ભાઈઓને ઠરાવો કરવામાં, તેની હદે બાંધવા અને તેનું પાલન કરવા સંબંધી સુચના આપી, દરેક ઠરાવમાં પિતાની તે પ્રમાણેની વર્તવાની જોખમદારી સમજી ઠરાવો કરવાનું સમજાવ્યું હતું. અને ઠરાવો કર્યા પછી એક ડગલું પણ પાછું ન હઠવું પડે, તેવાજ ઠરાવ પસાર કરવા ચેતવણી આપી હતી. આપણે સ્વમાન સાચવીને જીવવું અને આગળ વધવું જોઈએ. આપણે ઍલરશીપ અને દાન ઉપર છવવું નથી. લેન સ્કિમની લેજના તે કાંઈ વિદ્યાર્થિઓને દાન આપવાની યોજના નથી. લોન કંડમાં પૈસા આપનારાઓએ સમજવું જોઈએ કે તેઓ પોતાના ભાઈઓને માટે આ ભંડેળ કરે છે, અને લોન લેનારાઓએ એ સમજવાનું છે કે, જે લઈએ છીએ તે પાછું આપવાનું છે. એટલે કે લેન કિમથી આપણું સ્વમાન જરા પણ ઘવાતું નથી. આવી રીતે તેમણે લેન સ્કિમને મુળ આશય અને તેનાથી થતા ફાયદા સમજાવ્યા હતા. તેમજ લેન સ્કિમનું કામ બરાબર નકકી ન થાય ત્યાંસુધી અત્રેથી કોઈએ ઉઠવું નહિ તેવો આગ્રહ કર્યો હતે. સ્ત્રી કેળવણીના મહત્વ ઉપર તેમણે ઠીક ઠીક ભાર મુક્યો હતો, અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
લોન સ્કિમના વહિવટ સંબંધમાં બેલતાં તેમણે જણાવ્યું હતું કે પૈસા આપનારાઓએ એટલું સમજવું જરૂરનું છે કે તેઓ જે પૈસા આપે છે તે પોતાનાં ભાઈઓને એટલે પિતાના અંગત સગાઓને જ ઉછીના આપે છે તેમ સમજવાનું છે. આગળ બોલતાં તેમણે જણાવ્યું કે રાજકીય બાબતોથી આપણે છૂટા પડી શકતા નથી. પરંતુ આપણે અમુક મર્યાદાઓ બાંધી છે તેમાં જ રહીને આપણે આગળ વધવું જોઈએ.
ત્યારબાદ ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે હું કેળવણીની અગત્યતા જણાવવા માગું છું. ગામડામાં વેપાર તુટવા માંડે છે. બે ચોપડી ભણી પાંચ લાખની મુડી ભેગી કરે તે જમાને હવે રહ્યો નથી. માટે જ્ઞાનની હવે ખાસ જરૂર છે તેમજ જ્ઞાન દાન એ મોટામાં મોટું દાન છે. તેથી સર્વ ભાઈઓએ તેમાં મદદ કરવા તત્પર રહેવું જોઈએ. આપણી જ્ઞાતિમાં એક પણ માણસ અભણ રહે તેની