________________
૨૯૬
લાગશેજ, અને તેજ લાગણી આપણને પુરેપુરી સિધિના છેડે લઈ જઈ શકશે. આવા યુવાનને હું ખરેખર ધન્યવાદ આપું છું અને હું આશા રાખું છું કે આપણું સમેલનના તમામ સભ્ય આ યુવાનના જેટલી જ ધગશ રાખવા પ્રયત્ન કરશે અને તેજ આપણું કામ ઉત્તરોત્તર સુલભ અને રસદાયિ બનિ રહેશે અને આપણને આપણા ધ્યેયની વધુને વધુ નજીક લઈ જઈ શકશે; આના પ્રત્યક્ષ દાખલા તરીકે (૧) મરણ પાછળની ન્યાત કરવા સબંધિને રિવાજ (૨) બહાર ગામના વરપાસેથી વધુ કર લેવાનો રિવાજ વિગેરે બંધ કરવા માટે વ્યક્તિગત ઘણા પ્રયત્નો કેટલાક એકમોએ વર્ષોથી કરેલ હોવા છતાં સિદ્ધિ મળેલી નહિ, તે સિધ્ધ ફકત પહેલાજ સંમેલનના ઠરાવથી આપણને મળી શકી છે. આ રીતે આપણું આવા સંમેલનને મારફતે જ આપણે સામાજીક ક્ષેત્રમાં ગુંગળાઇ રહેલી આપણી પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકીશું. અને સામાજીક ક્ષેત્રમાં આગળ ધપવાના આપણી સંસ્થાના હિતુઓને સિદ્ધિ કરી શકીશું આપણે જે જે ઠરાવો હાલમાં માત્ર ભલામણું રૂપે કરીએ છીએ તેને દરેક એકમ વધાવીલે અને અમલ કરે તેવી મારી પ્રાર્થના છે.
લોન સ્કીમ બાબતની રૂપરેખા તે આપની આગળ રજુ થઈ છે. સારા જેવા ભડળની તેમાં જરૂર છે. આપણે જાણીએ છીએ કે તે સ્કીમને મુળ આશય આપણી કોમના લાયક વિદ્યાર્થીઓને કેળવણી માટે પુરેપુરી સગવડ આપી, કામમાં કેળવણીને વધારો કરી આપણી ઉન્નત્તિ સાધવાને છે. તેમાં આપ સૌ ગૃહસ્થ ઉદાર રીતે હાથ લંબાવવા ચુકશે નહિ તેની મને પુરેપુરી ખાત્રી છે.
આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણે અનેક જાતનાં જ્ઞાતિની ઉન્નત્તિનાં કામો કરી, સિધ્ધી મેળવીએ તેવી એક નહિ પણ અનેક આશાઓ હું સેવી રહ્યો છું,
આ સંમેલનના સંચાલકોએ કેટલીએયુક્તિ પ્રયુકિતથી આટલુ શોભાસ્પદ અને શાન્તિ ભરેલુ વ્યવસ્થિત કામ કરી, તે બાબતની પિતાની ઈંતેજારી અને તમન્ના પુરવાર કરી છે. આવી અનેરી તૈયારીઓ વ્યવસ્થા અને તેમાં નિતરી રહેલા ઉત્સાહને માટે હું સર્વ સંચાલકોને અંતઃકરણથી ફરીથી આભાર માનું છું.
પ્રમુખ સાહેબનું ભાષણ પુરૂ થતાં ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે અમો કપડવણજ મુકામે ભરાએલા પ્રથમ અધિવેશનની વ્યવસ્થા માટે ધણો ગર્વ લેતા હતા. પરંતુ અત્રે આવ્યા પછી અત્રેની વ્યવસ્થા અને તમન્ના જોઈ અમારે અમારૂ શિર ઝુકાવવું પડે છે, અને આવી સુંદર વ્યવસ્થા જોઇ તેમજ સગવડ, ઉદારતા, કાર્ય કરવાની ધગશ, વિનય, વિવેક એવી અનેક રીતિઓ જોતાં તેનું વર્ણન કરવા મને શબ્દ જડતા નથી. આ રીતે સંમેલનની પ્રગતિ થતી જોઈ આનંદ થાય છે. ભાઈ છોટાલાલ ભાઈ રતિલાલ, માસ્તર શનિલાલ, સ્વયંસેવક, અને સ્વાગત સમિતિના સભ્યોએ જે અનોખી વ્યવસ્થા કરી છે તેને માત્ર થોડા શબ્દોમાં તમે સર્વેનીવતિ હું ઉપકાર માનું છું. આજે આપણે મગર છીએ કે જેમ લુહાર લોખંડના જુદાજુદા ટુકડાઓને તાવ મારી એક કરે છે તેમ આપણે, આવા સંમેલનને દ્વારા જુદા જુદા એકમમાં વહેંચાઈ ગએલા આપણે, આજે ઘણો કાળ વિતી ગયેલ હોવા છતાં, એક થઈ રહ્યા છીએ. ફરીથી આવી સુંદર વ્યવસ્થા કરવા માટે સર્વ કાર્ય કરેને હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું