________________
૨૪૩
કે ગોધરાની પ્રગતી કેળવણી બાબતમાં ઘણું આગળ વધેલી છે. વહેપારમાં પણ મુંબાઈ, દાહોદ, દેરેલ, બાંડીપાર વિગેરે ઘણી જગેએ આપણી જ્ઞાતિના ભાઈઓ મહેટા મહેટા વહેપાર કરે છે. આ હીસાબે વહેપારી લાઇનમાં પણ ગોધરા આગળ વધેલું છે.
લુણાવાડાની વસ્તીના પ્રમાણમાં કેળવણીને પ્રચાર ઘણે સારે છે. એક 1.L.B. છે. બે ત્રણ કોમર્સ અને લે માં અભ્યાસ કરી રહ્યા છે. કેળવણીમાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આગળ વધતા આવે છે. વહેપાર રોજગારમાં પણ આપણા ભાઈઓની બહુ સુખી સ્થિતિ છે. વેજલપુર સંબંધમાં જે કે મને બહુ માહીતી નથી છતાં મેં એટલું તે જરૂર સાંભળ્યું છે કે વેજલપુરમાં ઘણા ભાઈઓ ધનવાન છે અને લગભગ બધા કુટુંબ સુખી છે. કેળવણીમાં પણ બહુ સારો રસ લેવાઈ રહ્યો છે. વેજલપુરના સ્વર્ગસ્થ શ્રીય મહાસુખભાઈ જેઓ ઇન્કમટેક્ષ ખાતામાં ઉચ્ચ દરજ્જો ધરાવતા હતા તેઓના દીકરા ભાઈ શાંતિલાલ ઇન્કમટેક્ષ ઓફીસરની ૫દી ધરાવે છે.
મહુધામાં ભાઈ મુળચંદભાઈ જેઓ પિતે એક વખતે કપડવણજમાં નાઝર હતા તેમના દીકરા ભાઈ કનભાઈ “એમ–કોમ” છે અને મુંબઈની કેલેજમાં પ્રેફેસર છે. ભાઈ છોટાભાઈ જેઓ અમદાવાદની એક મલમાં વીવીંગ માસ્તર છે. તેમના દીકરા ભાઈ ભીખુભાઈ પણ તેજ લાઈનમાં વિલાયત જઈ ઉંચુ જ્ઞાન સંપાદન કરી વીવીંગ માસ્તર તરીકે જાણીતા છે. વધારામાં એક એલ. એલ બી. છે તેમજ ભાઈ મણીલાલ ભણશાલી સીવીલ એન્જનીયર એટલે કે બી. ઈ. થયેલા છે. જેઓ હાલ મુંબઈમાં પોતાની ફર્મ ચલાવે છે. આવી રીતે એકંદરે પાંચે ગામની કેળવણીને પ્રચાર અને પ્રગતી બહુ ઠીક ઠીક છે. દરાપરા, સાધી વિગેરે સ્થળેએ રહેનારા ભાઈઓ પણ એકંદરે બધાજ સુખી છે. બાધીવાળા ભાઈ રમણલાલ ચુનીલાલ મુંબઈમાં આર. સી. શાહ નામથી ટેપી અને નીટેડ વેરની મોટી દુકાન ચલાવે છે અને બહુ સારી નામના મેળવી રહ્યા છે. દરાપરામાં પણ ભાઈ નાલચંદ કાળીદાસનું કુટુંબ ઘણું જાણીતું અને સુખી છે.
તે પછી ભાઈ નગીનભાઈએ જાહેર કર્યું કે આ સંમેલનની વિષયવિચારીણી સમીતી આજરોજ રાતના નવ વાગે આજ જગો ઉપર બેસશે તે વખતે સર્વે ડેલીગેટ ભાઈઓને વખતસર પધારવા વિનંતી કરી હતી. ત્યાર પછી તેઓએ ફરીથી કપડવણજની સમસ્ત કોમ તરફથી પધારેલા તમામ પ્રતિનિધિ ભાઈઓ તેમજ મહેમાનોને અંતઃકરણ પૂર્વકને આવકાર આપી તેઓના અત્રે પધારવા માટે આભાર માની પિતાનું ભાષણ પુરું કર્યું હતું.
- ત્યારબાદ ગેધરાનિવાસી ભાઈ વાડીલાલ છગનલાલભાઈએ શેઠ બાબુભાઈ મણીભાઈ પ્રેસીડેન્ટ તરીકે નિમવાની દરખાસ્ત રજુ કરી હતી. આ દરખાસ્ત રજુ કરતી વખતે ભાઈ વાડીલાલભાઈએ લાલગુલાલના જાણીતા કુટુંબની થોડીક રૂપરેખા આપી હતી અને તેજ કુટુંબના એક નબીરાને આજે પ્રેસીડેન્ટ તરીકે ચુંટવાની દરખાસ્ત મુક્તાં પિતાને આનંદ વ્યક્ત કર્યો હતે. સદરહુ દરખાસ્તને લુણાવાડાવાળા વકીલ રા. રા. તેલી ભાઈચંદભાઈ જેચંદભાઈએ ટેકો આપ્યો હતો. ટેકે આપતાં તેઓએ પિતાને આ સંબંધીને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વેજલપુરવાળા રા. રા. શા. છબીલદાસ મણીલાલ તેમજ કપડવણજવાળા રા. રા. પારેખ વાડીલાલ મનસુખભાઈએ ટેકો આ હતા અને તે સર્વાનુમતે પસાર થએથી રા. . બાબુભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું હતું
આ પછી રા. રા. બાબુભાઈ મણીભાઈના પ્રમુખપદ નીચે આ સંમેલનની રીતસરની કાર્યવાહી શરૂ થઈ હતી તે નીચે મુજબ: