________________
૩૦૪
ભાઈશ્રી. મણીલાલ ભણશાળીને ફાળો પણ ઓછો નથી. હવેથી જ્યારે અધિવેશન ભરાય ત્યારે જૈન ધર્મ દવજ પ્રતિક તરીકે ફરકાવવાનું રાખવું જોઈએ અને તેની વંદનક્રિયા પ્રમુખશ્રીના શુભ હસ્તે થશે. આ માન સૌથી પ્રથમ મહુધાને મળશે. એટલે કે મહુધા પહેલે ઝડ ફરકાવશે.
તે પછી ભાઈ મણીલાલ ભણશાળીએ જણાવ્યું કે સુરતમાં નાનપુરામાં આપણી જ્ઞાતિનું બંધાવેલું પુરાણું દેરાસર છે, એ દેરાસર જીર્ણ હાલતમાં હોઈ તેના જીર્ણોધ્ધાર માટે રૂા. ૪૦ થી ૫૦ હજારની જરૂર છે. રૂા. ૬ થી ૭ હજારનું ફંડ છે. બાકીની રકમની જરૂર છે. જ્યારે પ્રમુખસ્થાનેથી તથા કમિટી તરફથી અપીલ બહાર પાડવામાં આવે ત્યારે તેમાં તમારો ફાળે જરૂર આપશો.
રો. વાડીલાલ પરિખે જણાવ્યું કે સુરતના દેરાસરને જીર્ણોધ્ધાર કરાવવાનું છે. તેમાં રૂ ૪૦ થી ૫૦ હજાર ખર્ચવાના છે. દેવદ્રવ્યના પૈસા આ કામમાં આપી શકાય છે. સુરતના જૈન બંધાવી આપવા તૈયાર છે. પરંતુ તે આપણું હોઈ આપણે બધાવવું જોઈએ. મુરબ્બી શ્રી. છોટાભાઈ શેઠ બાબુભાઈ તથા શેઠ ચીમનભાઈ ત્યાં જઈ આવ્યા છે. આ માટે કમિટીને પરિપત્ર આવે ત્યારે યોગ્ય જવાબ આપશે.
સ્વાગત પ્રમુખ શા. છોટાલાલ મનસુખલાલે જણાવ્યું કે ભાઈ શ્રી. બાબુભાઇએ સંમેલનનું સંચાલન સારી રીતે કર્યું છે. તેમની કાર્ય કરવાની રીત આપણને બહુ ઉપયોગી થઈ પડી છે. આપ સર્વેને પણ તેમાં ફાળો છે. ગોધરા તરફથી આપ સૌને હું આભાર માનું છું તે પછી તેમણે ગોધરાના જ્ઞાતિ ભાઈઓને, સ્વયંસેવકોને, પાંજરાપોળના વહીવટ કર્તાઓને, દેવગઢબારીઆના નામદાર મહારાજાને તથા અન્ય સજજનોને આભાર માન્ય હતે.
ત્યારબાદ પ્રમુખશ્રીને ફુલહાર અર્પણ થયા હતા. પ્રમુખશ્રીના શુભ હસ્તે સ્વાગત બોળાઓને શેઠ શ્રી. છોટાલાલ મનસુખલાલ તરફથી ઈનામે વહેંચવામાં આવ્યાં હતાં. સ્વાગત સમિતી તરફથી ગેધરાની જૈન પાઠશાળાને રૂા. ૧) ની રકમ ભેટ કરવામાં આવી હતી.
બાળાઓના વિદાયગીત બાદ સંમેલનની કાર્યવાહી સંપૂર્ણ થઈ હતી. ગોધરા પાંજરાપોળને નીચેની રકમ ભેટ મળી હતી – રૂા. ૨૫19 ર. વાડીલાલ મનસુખરામ પરિખ તરફથી. રૂા. ૨૫1શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ તરફથી. રૂ. ૧૦૧] શેઠ નગીનદાસ વિમલચંદ દિલ્હીવાળા તરફથી હા. કીકાભાઈ રૂ. ૫૧) શેઠ બાબુભાઈ મણીભાઈ તરફથી. રૂા. ૨૭ લુણાવાડા તરફથી, રૂા. ૧૫૩ મહુધા–ચુણેલ તરફથી. રૂ. ૨૫) વેજલપુર તરફથી.
આ સિવાય બીજી રકમ પણ ભરાઈ હતી. આ રીતે પાંજરાપોળને પણ સારે જે ફાળો મળ્યો હતો.
સંપૂર્ણ