________________
( ૪૩ )
(ગોર) એમને શુભ અગર અશુભ પ્રસંગોએ યથા વપિ ને યથાશ િયજન, પુજન, સ્મરણ, સેવા, ભેટ વિગેરે ધરે છે. પિતાના મૂળસ્થાન શામળાજીથી સેંકડો અને હજારે મૈલ દૂર ગયા છે અને ત્યાં ગયાને પણ ઘણાં સૈકાં વહી ગયાં છે છતાં હજુ પણ પિતના કુળદેવ શામળાજીને ભેટ મોકલ્યાં કરે છે. માત્ર ઉત્સવ કર્યા કરે છે. પોતાની સાથે પોતાના કુળગુરૂઓને પોતાના સ્થાનમાં વસાવ્યા છે. તેમની મારફત શુભ અને અશુભ પ્રસંગેએ ગૃહસ્થાશ્રમના અંગની ધાર્મિક વિધિઓ કરાવે છે. અને તેથી પિતાના કુળદેવ અને કુળદેવી ગેત્રદેવી)નાં યજન, પુજન,
સ્મરણ, અને સેવા, ભેટ ઈત્યાદિ કરી તેઓને આશિર્વાદ મેળવી પિતાના મનને સંતેષ અનુભવે છે. માત્ર ગુજરાતમાં જ્યાં નીમા વાણિઆ જૈન સંપ્રદાયી છે તેમાંના કેટલાકમાં આ આચાર વિધિ કરવામાં શીથિલતા આવી છે. શુભ, અશુભ અવસરે શામળાજીને યાદ કરતા નથી કે ત્યાં ભેટ પણ એકલતા નથી. જેમ જેમ વખત જ જાય છે તેમ તેમ આ પિતાના કુળદેવ, દેવીઓને વિસારે પાડતા જાય છે. આ અન્યાય માત્ર ગુજરાતના જૈન નીમા વાણિઆએમાં જ છે. આ બાબતમાં તેમના કુળગુરૂઓ પણ કેટલાક અંશે દેષિત છે. તે કુલ ગુરૂઓ પોતાને ત્યાં શુભ અને અશુભ અવસરે પિતાના કુળદેવ શામળાજીને ભેટ મોકલવા ચૂક્તા નથી. આ બાબત પિતાના યજમાનની ધ્યાન ઉપર લાવવાની તેમની પણ પરજ છે. આ ફરજને અગેજ શ્રાવક નીમા વણિઆઓને નમ્ર સુચના યાને દરખાસ્ત કરવી પડે છે કે તેઓએ શુભ પ્રસંગેએ લહાણી વિગેરેથી અને અશુભ પ્રસંગમાં દાન વિગેરેની વહેંચણીમાં પિતાના કુળદેવને ભેટ સેવા કરવી જોઈએ. એ દરેક નીમા વણિક મહાજનની નૈતિક ફરજ છે. આ બાબતમાં વધારે લખવું કે ચર્ચા કરવી એ આવી એપવંતી અને પોપકાર વૃત્તિવાળી જ્ઞાતિ આગળ ઘટે નહીં એટલું લખી આ બાબત સમેટી લઉં છું. આશા છે કે સુજ્ઞ યજમાને આ દરખાસ્તને ચગ્ય જવાબ વાળશે.
હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્તલીખીત પ્રતમાંથી નિવમા કૈફના જમકાળના સંવત્સરને પત્તો મળે નહીં. પૌરાણિક અને શાસ્ત્રીઓને પૂછતાં હરિશ્ચંદ્ર રાજાને સમય, કલીયુગની તદન શરૂઆત અને દ્વાપરયુગના અંત સમયની લગભગ નજીક હોવું જોઈએ એમ કહે છે. વિક્રમ સંવત પહેલાં યુધિષ્ઠિર શક ચાલતો હતો તે ૩૦૩૫ વર્ષ ચાલી બંધ પડશે. તે પછી વિક્રમ સંવત્ શરૂ થયો. યુધિષ્ઠિર શકની શરૂઆત તે લગભગ કલીયુગની શરૂઆત. એટલે ૩૦૩૫ માં વિ. સં. ૨૦૦૫ ઉમેરીએ તે ૫૦૪૦ વર્ષ કલીયુગનાં થયાં. આ સંખ્યા દર વર્ષે બેસતા વર્ષને દિવસે સારપત્રિકામાં વંચાય છે. એટલે આ ૫૦૪૦ વર્ષના કેઈક સમયમાં હરિશ્ચંદ્ર રાજા થયા છે એમ જણાય છે. પણ તે ક્યારે થયા તે શોધી