________________
૨૮૫
ભાઇ મણીલાલ ભણસાળીએ પોતાને સ્વદેશીની ભાવનાવાળા હેવાનુ જણાવી કાંગ્રેસને દાખલેો ટાંકયા હતા, અને ધીમે ધીમે પ્રગતિ કરવા જણાવ્યું હતું. અને કહ્યું કે આપણે ડરપોક છીએ એમ નહિ માનશે। પણ આ આપણી શરૂઆત છે. એટલે તેની જે મર્યાદા બાંધીએ તે બાહોશીથી બાંધવી જોઇએ. હું આ સુધારાના વિરેધ કરૂ છું.
ભાઈ મણીલાલ માણેકચંદે વિરોધ કરતાં આખા બીજા ફકરાને કાઢી નાખવા સુચન કર્યું હતું.
"
આ બધાનું સમર્થન કરતાં પ્રમુખશ્રીએ સ્વાગત પ્રમુખના ભાષણના ઉલ્લેખ કરી “ કુમળા બાળક પર અતિ ઉત્સાહમાં આવી વધુ મેજો ન લાદવા” એ શબ્દો ટાંકી કહ્યું કે હજુ આવા સુધારા માટે ચાર બલ્કે વધુ વર્ષ રાહ જોવી પડશે. તેમ કહી આ સુધારા પાઠે ખેંચી લેવા માટે વિનંતિ કરી હતી.
તુરતજ ભાઇ નગીનદાસ દલસુખભાઇએ પોતાના સુધારા પાછે ખેચતાં જણાવ્યું કે મારા સુધારા ઉપર જે ચર્ચાઓ થઇ છે અને પ્રમુખશ્રીએ જે નુકચેતિની કરી છે. તેમજ આ મડળના સંચાલકો અને ભીન્ન ભાઇ જે મત ધરાવે છે તે જોતાં અને ‘ હાલ અડચણ ન નાંખા ભવિષ્યમાં જરૂર હશે તેા સાથ આપીશું” એ ખાત્રીને વધાવી લઈ હું મારા સુધારા પાછા ખેંચી લઉં છું.
.
આથી થોડાક શબ્દોના ફેરફાર સાથે સંસ્થાના હેતુ અસલ ખરડામાં જણાવ્યા મુજબના સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના ૩-૪૫ મિનિટે ચાહપાણી માટે સભા મુલતવી રાખી હતી. જે પાછી ૪-૧૫ મિનિટે શરૂ થઇ હતી.
૪-૧૫ મીનીટે બેઠક પાછી શરૂ થતાં બંધારણની એક પછી એક કલમા હાથ ધરવામાં આવી હતી. થોડા ઘણા શબ્દોની ફેરબદલી કરી એક પછી એક બધારણની કલમો મંજુર થઈ હતી. ત્યારબાદ પ્રતિનિધીઓની સંખ્યા બાબત હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહી કમિટીની ભલામણ મુજબ પ્રતિનિધીઓની સખ્યા વધારી તેમજ સ્ત્રી પ્રતિનિધી અને વિધાર્થી પ્રતિનિધીઓના સમાવેશ કરી કુલ પ્રતિનિધીઓની સંખ્યા જે પહેલાં ૭૫ ની હતી તેના બદલે ૧૦૧ ની ઠરાવવામાં આવી હતી.
ઉપરોકત પ્રતિનિધી–સખ્યાની બાબતમાં ખુલાસા કરતાં રા. રા. ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલે જણાવ્યુ` કે સ્ત્રી પ્રતિનિધીઓની જગ્યાએ સ્ત્રી પ્રતિનિધીઓનીજ ચૂંટણી થઇ શકશે. તેમની જગાએ પુરૂષો આવી શકશે નહિ.
વિદ્યાર્થીઓને જે પ્રતિનિધીત્વ આપવામાં આવ્યું છે તે તેમને તેમની જુવાન અવસ્થામાં કેળવણી મળે, અનુભવ મળે અને મડળના કામમાં રસ લેતા થાય એ દ્રષ્ટિથી અપાયેલું છે.
દરેક એકમના પ્રતિનિધીઓની ચૂંટણી કરવાની સત્તા તે તે એકમની રહેશે. તમામ પ્રતિનિધીઓને સરખી સત્તા રહેશે. એટલે કે સ્ત્રીઓ અને વિદ્યાથી પ્રતિનિધીઓની સત્તા જરાપણ ઓછી રહેશે નહિ, તેમજ પ્રમુખ સાહેબે કાઢ કીધેલા પ્રતિનિધીઓની સત્તા પણ બધાના જેટલીજ રહેશે.
ત્યારબાદ રા. રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાછ્યું કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિનિધીઓની સંખ્યામાં વધારો કરવાથી ગોધરામાં એ પાંચ વચ્ચે જે ગેરસમજ હતી તે દુર થઇ છે.