________________
૩૧૮
" કેટલાક ભાવિક અને શ્રધ્ધાળુ ભાઈઓ આ દેરાસર શિખરબંધી થવું જોઈએ, એવી ભાવના ઘણા લાંબા વખતથી સેવતા હતા, તેવામાં દેરાસરના છાપરા વિગેરેમાં વર્ષોથી પાણી વિગેરેના કારણે આસ્તે આસ્તે લાકડાં બદાવા લાગ્યાં અને કર્ણ થવા માંડ્યું. આ કારણે ભાવનામાં જોમ આવ્યું. સીલીકમાં એક લાખ રૂપીઆ જેટલો અવેજ પણ હતા, એક બે મકાન પણ વેચવા માટેની સગવડ હતી; આ બધા સંજોગો ભેગા થતાં સંધને બોલાવી વાત આગળ ચર્ચાવા માંડી અને આખરે નિર્ણય ઉપર આવ્યા કે આ દેરાસરને જીર્ણોધ્ધાર કરાવે. આ નિર્ણયમાં મોટો ભાગ ભાઈ પુનમચંદ પાનાચંદ, ભાઈ રમણલાલ નાલચંદ, ભાઈ વાડીલાલ જવર, ભાઈ વાડીલાલ શંકરલાલ, શેઠ અછતભાઈ મણીભાઈ, ભાઈ મફતલાલ રતનચંદ વિગેરે એ ભજવ્યો હતો. ટેકે આપવામાં સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ. ભાઈ વાડીલાલ મગનલાલ, ભાઈ મંગળદાસ ભાઈચંદ વિગેરે શ્રીમંતા હતા. આમ આ દેરાસરનો જીર્ણોધ્ધાર કરવાનું નકકી કરવામાં આવ્યું. તેમ છતાં શિખર બંધી દેરાસર બાંધતાં જગાના અભાવે ઘણું ઘણું વિચાર કરવા પડયા અને જગા મેળવવા માટે દેરાસરની પછીતે આવેલ ભાઈ છોટાલાલ લલુભાઇનું ઘર વેચાવાનું હતું તે રૂા. ર૯૫૦૦૧ માં ખરીદી લીધું. આમ કરવાથી શિખર બંધી અને ભમતિ સહિત દેરાસર બાંધવાની સગવડતા મળી અને તે પ્રમાણે બાંધવાના પ્લાન વિગેરે બનાવી કામ ચાલુ કરી દીધું છે. આ બધા કામમાં ઉપર જણાવેલ ભાઈઓની સાથે ભાઈ કસ્તુરલાલ શંકરલાલ, ભાઈ રતીલાલ પુનમચંદ તથા ભાઈ જેશીંગલાલ ચુનીલાલ વિગેરે ભાઈઓએ પિતાને મોટા ભાગના ટાઈમનો ભોગ આપી કામકાજ બારીકાઈથી શોચસમજથી માથે જોખમદારી લઈ કરી રહ્યા છે.
આ કામ કાઢતાં તેની અંદર જે જે આશાતનાઓ નજર બહાર હતી તે એક પછી એક નજરે પડતી ગઈ. પ્રથમ તે ઉપરના અને નીચેના ગભારાની વચમાં ભંડારીઆ જેવું હતું તેમાંથી ખંડિત પ્રતિમાઓ હાથ લાગી જેને દરિયામાં પધરાવી આશાતના દૂર કરી. વળી ખોદકામ કરતાં સાળ સત્તર ફુટ ઊડેથી હાડકાના થોકના થોક મળ્યા જે પણ વધુ ખેદકામ કરી કાઢી નાંખ્યાં. આ રીતે બધી આશાતના દુર કરવામાં આવી છે પણ આવી રીતે ખોદકામ વધી પડવાથી ઘણો ખર્ચ વધી ગયો છે. જૈન સંઘના ઉપર આધાર રાખી આ કામ આગળ ચાલ્યું જાય છે. અધિષ્ઠાયક દેવ સર્વેને શ્રધ્ધા અને સંપત્તિમાં અને ભાવનામાં મદદગાર થાઓ અને આ કામ પાર પડો તેવી અમારી અભિલાષા છે સર્વે ભાઈઓ કમર કસી કામ કરી રહ્યા છે, તેમને સર્વે રીતે સહાયતા મળે તેવી અમારી પ્રાર્થના છે અસ્તુ.
શેઠ મીઠાભાઈ ગુલાલચંદ
પાંજરાપોળ,
આ બુકના પાને ૧૫૪ માં જણાવેલ પાંજરાપોળ અંતિસરીઆ દરવાજાની અંદર મસીદની બાજુમાં એક મોટા ઘેરાવામાં આવી છે. આવડી મટી જગાવાળી એક પણ ઇમારત આખા કપડવણજમાં મળવી મુશ્કેલ છે. સમય બદલાતાં અને રેલવે આવતાં આ જમીન જાણે ગામની મધ્યમાં આવી ગઈન હેય તેમ તેની કીમત અને ઉપયોગીતા આજે ઘણી જ વધી ગઈ છે. આથી અને સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ અને ભાઈ જયંતીલાલ વાડીલાલ જવેરની મહેનતથી વહેરાની સુવાવડ ખાનાની બાજુમાં એક મેટી વિશાળ જગા એક વોહરા ભાઈ પાસેથી મેળવી, આ પાંજરાપોળ તે જગેએ ખસેડી. જુની જગાને આવકનું સાધન બનાવવા ટ્રસ્ટીઓએ નિશ્ચય કર્યો છે. આને માટે જોઈત લેખંડને સામાન સ્વ. ભાઈ ચીમનલાલે ઘણો ખરે નહિ જેવા ભાવથી અથવા તદન મફત આ પાંજરાપોળને અર્પણ કર્યો છે આ કામ થોડા વખતમાં ચાલુ થઈ જશે અને એક મેટી વિશાળ પાંજરાપોળ ગામની બહાર તેને છાજતી જગાએ ચાલુ થઈ જશે.– આમીન