________________
૩૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
નમસ્કાર કરીને કારકને વાત્સલ્યથી પૂછ્યું. મારા આમજના તથા અંવર્ગ આનંદમાં તે છે ને?તિ કારકે કહ્યું કે હે દેવી! રાજા અંધકવૃષ્ણુિએ સમુદ્રવિજયને રાજ્યભાર સુપ્રત કરીને પ્રત્રજ્યા ગ્રહણ કરી, ભેાજવૃષ્ણુિના પુત્ર ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરે છે, તે તે આપ પહેલેથી જાણા છે, ત્યારથી મારા સ્વામિ સમુદ્રવિજય પાતાના ભાઈ આને પોતાનાથી પણ અધિક માને છે. અને શૌય પુરનો પ્રજાનુ પાલન કરી રહ્યા છે. પૂર્વાપાત પુણ્યબળથી વસુદેવકુમાર સ્વચ્છંદતા પૂર્વક નગરમાં ફ છે. ભાઈની કૃપાથી આનંદ કરે છે. એક દિવસ સુભદ્ર નામના વિષ્ણુકે પેાતાના પુત્ર કંસ’ને લાવી સેવકરૂપમાં વસુદેવને સમર્પણ કર્યાં, તેણે તમામ પ્રકારની કળાઓથી કુમારની ખૂબ જ સેવા કરી, જેનાથી વસુદેવ તેને ખૂબ જ
માનવા લાગ્યા.
રાજગૃહ નગરમાં જરાસંઘ નામના રાજા છે. તેની આજ્ઞા ત્રણખ`ડ ભૂમિ ઉપર સ્વચ્છ ઢપણે ક્રીડા કરે છે. તેણે એક દૂત મેકલીને મારા સ્વામિને આજ્ઞા કરી કે સિંહપુર નામના નગરમાં બળવાન સિંહરથ નામના રાજા છે. જે મારી આજ્ઞા માનતા નથી, તેને જીવતા પકડીને મારી સમક્ષ હાજર કરા, આ કાર્યના બદલામાં મારી પુત્રી જીવયશા હું આપને આપીશ. વળી તમને ગમે તેવી એક નગરી આપીશ, દૂતને વિદાય કરી મારા સ્વામિ સિ'હરથ રાજાને પકડવા ચાલ્યા, પરંતુ વસુદેવે પ્રણામ કરીને