________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર
(૨૭) કાર કરવો જોઈએ. ” આમ ધારીને તે, જેઠે મેકલેલા પ્રસાદને સ્વીકારતી. કેઈ એક દિવસે મણિરથ રાજા પિતે એકાંતમાં ત્યાં આવીને મદનરેખાને કહેવા લાગ્યા. કે “તું મને પિતાને વામી બનાવીને હારી પટ્ટરાણીપદ ભગવે. ” ખરેખર પિતાના કુલાચારથી ભ્રષ્ટ અંત:કરણવાલા તે રાજાને જાણે તેના કામ વિષને નાશ કરવા માટે મદનરેખા અમૃત સમાન વચન કહેવા લાગી.
હે રાજન ! તમે કલંકરહિત કુલમાં ઉત્પન્ન થએલા પાંચમાં લોકપાલ છે. તે આવાં મિથ્યા વચન બોલતાં કેમ લજા નથી પામતા?તે વિશે ! શસ્ત્ર, અગ્નિ, વિષમ વિષ ઈત્યાદિકથી મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે પરંતુ પિતાના કુલાચારરહિત જીવિત સારું નથી. જેઓએ ઇંદ્રિય ઉપર વિજય મેળવ્યું નથી એવા રાજાઓએ દિફયાત્રાથી કરેલો વિજયવિસ્તાર વ્યર્થ છે. ખરું તે એજ છે કે જેણે ઇન્દ્રિયને નિગ્રહ કર્યો તેણે વિશ્વ જીત્યું છે. જે પુરૂષ ઇંદ્રિયને સ્વાધિન કર્યા વિના બીજાએથી જય મેળવવાની ઈચ્છા કરે છે તે નિચે પિતાના બળતા ઘરને ત્યજી દઈ પર્વતને સિંચન કરવા જેવું કરે છે. જે મૂર્ખ પુરૂષે પતંગીયાની પેઠે સુખના આભાસને વિષે લુખ્ય બને છે, હા ! તેઓ સંપાદન કરેલા પિતાના સર્વે યશને નાશ કરે છે. પ્રાણીઓ, ચોરી, હિંસા, જુઠું અને પરસ્ત્રીસંગના પાપસમૂહથી તેમજ પિતાના બીજા ચેષ્ટિતથી ઘર એવા નરકપ્રત્યે જાય છે. હે રાજન ! તમે પિતાની સંપત્તિને નાશ કરવા માટે આ વજાપાત આરંભ્ય છે માટે નરકમાર્ગમાં ભાથારૂપ એ કુકૃત્યને ત્યજી ઘો. પ્રાણુઓના મૃત્યુસમાન અને કુલને કલંક્તિ કરવા માટે મશીના કુચડા સમાન એવો તું કીર્તિરૂપી વેલડીના કંદને નાશ કરવા કેમ તૈયાર થયા છે? અહંકાર સહિત કુશીલવંત પુરૂષની, અવિચાર્યું કાર્ય કરનારાની અને મંદમતિની આયુષ્ય સહિત લક્ષમી નાશ પામે છે.” મદનરેખાએ આ પ્રમાણે બહુ પ્રતિબંધ કર્યો છતાં પિતાના કદાગ્રહને નહિ ત્યજી દેનારે તે ભૂપતિ લજજા પામીને તેણીનું સ્મરણ કરતો છતા પિતાના ઘર પ્રત્યે ગયો. ત્યાં પણ તે ક્ષુદ્રમતિવાળો એમજ વિચારવા લાગે કે “વિશ્વાસ પામેલા એ ન્હાના બંધુને હણી નાખ્યા વિના તે મદનરેખા મહારે વશ થશે નહીં.”
એકદા મદનરેખાએ સ્વપ્નામાં શરદઋતુને પૂર્ણ ચંદ્રમા દીઠે. તુરત જાગીને તેણુએ તે વાત પિતાના પતિ યુગબાહુને કહી. યુગબાહુએ પણ “તને પૃથ્વીના ઇંદ્રરૂપ મહા પરાક્રમી પુત્ર થશે.” એમ કહીને તેને જિનેશ્વર અને મુનિઓની કથા તથા પૂજારૂપ દેહદ પૂર્ણ કર્યો. કોઈ એક દિવસ યુગબાહુ પ્રિયા મદનરેખા સહિત દિવસે ક્રીડા કરવા માટે ઉદ્યાન પ્રત્યે ગયે. જેણે થોડો પરિવાર સંગાથે રાખ્યો હતા એ તે યુગબાહુ થાકી ગએલો હોવાથી રાવીને વિષે પ્રિયા સહિત કદલીગૃહમાં રહ્યો. આ વખતે અવસર મલે જાણું અધમ બંધુ મણિરથ રાજા ત્યાં આવ્યું. અને “યુવરાજ ! તું આજે અહિં કેમ સુતો છે?” એમ કહેતે છતે કદલી ગ્રહ