________________
૧૪
યવન્નાશેઠનું સૌભાગ્ય
ચેલણની વાત તદન સાચી હતી. રાજા મહારાજાએ પોતાના રક્ષકોના મૃત્યુ બદલ અશ્રુ સારતા બેસે, તો તેમને પાર પણ ન આવે. રક્ષક અને સૈનિકોની સંખ્યા લાખોમાં વહેંચાયેલી હોય છે. લાખોમાંથી રોજ કેટલાયે મરતા હોય છે. જે તેમની પાછળ શેક પ્રદર્શિત કરવામાં આવે, તો રાજ ચલાવવાનું કે ન્યાય આપવાનો સમય પણ ન મળે.
પણ જે બત્રીશ યુવક મરણ પામ્યા હતા, તે તો જુદા જ હતા. તે દેવોએ દીધેલા હતા. પિતાના પિતાના સમયથી સારથિ તરીકે કામ કરતા મહા બલિષ્ટ નામ સારથિના હતા. ચેલણના હરણ વખતે જે તે બત્રીસ રક્ષકો ન હોત તો મહારાજાને પોતાના કાયમી યશ મળવો મુશ્કેલ હતો.
ચેલાના શબ્દો સાંભળીને મહારાજાએ તે સમયે કહ્યું હતું કે, “ દેવી, સમય આવતાં તે બત્રીસ પુત્રોની ભાગ્યશાળી માતાને વૃતાન્ત હું તમને જણાવીશ.”
. એ પછી બે ચાર વખત ચેલણાએ મહારાજાને તે વિષે પૂછેલું, પણ મહારાજા તો એક જ જવાબ આપતા કે, “સમય આવતાં તમને
જરૂર કહીશ.”
ઉત્સવ પતી ગયા પછી ફરીથી આજે મહારાણી ચેલાએ તે વિષે મહારાજાને પ્રશ્ન કર્યો. | દેવી, આજને સમય તમને તે હકીકત કહેવાને યોગ્ય છે.” બિંબિસાર બોલ્યા. તેમના શબ્દો સાંભળીને મહારાણીના ચહેરા પર આનંદની ઉત્સુકતાભરી છાયા ફરી વળી.
મહારાજા બત્રીસ પુત્રોની ભાગ્યશાળી માતાને વૃતાત કહેવા
લાગ્યા.
“મારા પૂજય પિતાશ્રીના સમયથી નાગ સારથિ રાજ્યની સેવા કરી રહ્યા છે. પિતાશ્રીના મૃત્યુ પછી મારા પણ સારથિ તરીકે તેજ છે. હું તેમને વડિલ તરીકે માનું છું. તેમને નમન કરવામાં હું