________________
6 | ભક્તામર સુભ્ય નમઃ |
જનસામાન્યની લૌકિક ધારણા અનુસાર ક્યારેક અતિશયોક્તિઓને માધ્યમ બનાવીને ઇષ્ટદેવની કરવામાં આવેલી પ્રશંસા જ સ્તોત્ર છે, એવું સમજવું ક્યારેય પણ ઉચિત નથી. કારણ કે શાસ્ત્રકારોની આજ્ઞા છે કે, ઇષ્ટદેવની માત્ર સ્તુતિની અપેક્ષાએ એમની મહાન શક્તિઓ અને ગુણોનું ચિંતન સ્તવન થવું જોઈએ. આના કારણે માનવીને પોતાના અવગુણ-દોષો અને અસમર્થતાઓનું જ્ઞાન થાય છે, તથા તે પોતાની વિકાસ સાધનામાં પોતાના ઇષ્ટદેવના માર્ગનું અનુસરણ કરવામાં તત્પર થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે, “યો છૂધ્ધ: વ :' - જે એના પર શ્રદ્ધા રાખે છે તે તેના જેવો જ બની જાય છે. ભક્તની પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની દઢ શ્રદ્ધા જ તેને તેના જેવો જ બનાવે છે અને આ જ કારણે આધ્યાત્મિક જગતમાં સ્તુતિ-સ્તોત્રનું વિશિષ્ટ મહત્ત્વનું સ્થાન છે. સ્તોત્રની રચના મોટા ભાગે ભક્તકવિ કરે છે તેથી તેમાં કાવ્યકલા, ભક્તિરસ અને શાંતિરસનાં પણ દર્શન થાય છે.
સ્તોત્રમાં જે સ્તોતવ્યના ગુણોનું સ્મરણ કે કથન થાય છે તે અસતું ન હોવું જોઈએ. એવું સૂચન કરતા અન્ય આચાર્યોને ટાંકતાં શ્રીરુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આરાધ્યના ઉત્કૃષ્ટ-દર્શન ગુણોનું વર્ણન જ સ્તોત્ર કહેવાય. જો એમાં ગુણ ન હોય અને માત્ર મિથ્યા કથન જ હોય તો પ્રતારણા કહેવાય છે. એથી આવા ગુણો ઈશ્વરમાં જ હોઈ શકે છે. તેથી ઈશ્વર જ એક સ્તોતવ્ય છે, અણુભાષ્ય છે. મંત્ર-પદ્ય જે છંદોબદ્ધ ગુણકીર્તન થાય છે તેનું નામ સ્તોત્ર છે."
ઇષ્ટદેવ ઈશ્વર જ એક સર્વગુણસંપન્ન છે કે જેમાં બધા જ ગુણો હોય છે. સાધક આવા પરમ આત્માને જ સ્તોતવ્ય ગણીને સ્તુતિ કરતો હોય છે. તેમના માટે કરાયેલી સ્તુતિ જેમાં શબ્દોને છંદોબદ્ધ રીતે ઇષ્ટદેવના ગુણોને વણી લેવામાં આવે છે તેવી રચનાને સ્તોત્ર કહેવામાં આવે છે. સ્તોત્રનો અર્થ - વિભાવના :
વિશ્વમાં હિંદુ ધર્મ સૌથી પ્રાચીનતમ ધર્મ છે. હિંદુ ધર્મના મહાન ગ્રંથોમાં ઋગ્વદ સૌથી પૌરાણિક છે. શ્રી હીરાલાલ કાપડિયા વેદ વિશે પોતાના મંતવ્યમાં આ પ્રમાણે જણાવે છે કે, “આર્ય ભૂમિના ઉપલબ્ધ સાહિત્યનો વિચાર કરતાં વેદોને સૌથી પ્રાચીન માનવા એ અનુચિત નહીં ગણાય. આવી પરિસ્થિતિમાં સ્તુતિ-સ્તોત્રની આદ્ય ઉત્પત્તિ માટે ઋગ્વદ સંહિતા તરફ દૃષ્ટિપાત કરતાં એના પ્રાથમિક અષ્ટકના પ્રારંભિક અનુવાકમાં આદ્ય નવ ચામાં અગ્નિદેવની સ્તુતિ, દ્વિતીય તથા તૃતીય અનુવાકમાં ઇન્દ્રની સ્તુતિ; પાંચમામાં સ્તોત્ર-ઉત્પત્તિ અને સ્તોત્રવર્ણન; નવમામાં ઉષ:પ્રાર્થના અને સૂર્યની સ્તુતિ તથા દસમામાં વરુણની સ્તુતિ એ પ્રમાણે અનેક સ્તુતિરૂપ ઋચા નજરે પડે છે પરંતુ આ સ્વાભાવિક ઘટના છે, કેમકે ઋગુનો અર્થ જ સ્તુતિ છે."*
તાત્પર્ય કે ઋવેદ એવો સંપૂર્ણ ગ્રંથ છે કે જેમાં વિવિધ પ્રકારનાં સ્તોત્રનો સંગ્રહ છે. તેથી જ આ ગ્રંથ હિંદુ ધર્મના સાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
પૂર્વમીમાંસાના અર્થવાદ પ્રામાણ્યાધિકરણમાં વ્યાખ્યાનકાર વેદાન્તાચાર્યાદિએ તથા