________________
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 5 કોઈ પણ સ્તોત્રની શરૂઆત મંગલાચરણથી જ કવિઓ કરતા હોય છે. ત્યારબાદ સ્તોત્રકાર ભક્તિભાવપૂર્વક પોતાના મનઃહૃદયમાં રહેલા ભાવોને શબ્દરૂપી સ્વરૂપ આપતો હોય છે અર્થાત્ પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરતો હોય છે. પોતાને લઘુ-ન્યૂન ગણાવે છે. જ્યારે પોતાના ઇષ્ટદેવને ઉત્કૃષ્ટ ગણાવી પુરુષોત્તમ જેવાં ઉપનામોથી નવાજતો હોય છે. આરાધ્ય દેવ - ઇષ્ટદેવના સ્વરૂપનું વર્ણન કરે છે. તેનાં ગુણગાન, તેના રૂપ. તેનાં પ્રભાવનો મહિમા અનેક રીતે તે સ્તોત્રમાં વર્ણવે છે. આવા પુરુષોત્તમ પાસે હંમેશાં યાચક તરીકે યાચના કરતો જ જોવા મળે છે. અને અંતમાં સ્તોત્ર દ્વારા મળતા ફળનું વર્ણન અવશ્ય કરતો હોય છે. આવું સ્વરૂપ પ્રાયઃ દરેક સ્તોત્રનું જોવા મળતું હોય છે.
સ્તુતિમાં એક પદ્યપ્રમાણ જોવા મળે છે. સ્તોત્રની પઘસંખ્યા ઓછામાં ઓછી પાંચ શ્લોકની હોય છે. પણ તેની મહત્તમ પદ્યસંખ્યામાં કોઈ મર્યાદા હોતી નથી. તાત્પર્ય કે સ્તોત્રની પઘસંખ્યા દસ પદ્યપ્રમાણથી શરૂ કરી વીસ, ચાલીસ, પચાસ, સો કે હજાર પઘપ્રમાણ સુધીની પણ સંભવી શકે છે.
સ્તોત્રમાં જુદા જુદા દેવતાઓની સ્તુતિ પણ કરવામાં આવે છે. તેમાં રજૂ કરવામાં આવેલા વિષયો પણ ઘણાં સ્તોત્રોમાં જુદા જુદા જોવા મળે છે.
સ્તોત્રની પરિભાષા :
વિશ્વના બધા જ ધર્મોનું ઉત્તમોત્તમ તથા પ્રાથમિક સાહિત્ય જે મળી આવે છે તે સ્તોત્ર રૂપમાં જ પ્રાપ્ત થાય છે. વિવિધ ધર્મોના આવા સાહિત્યનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, ઇષ્ટદેવ પ્રત્યે કૃતજ્ઞતા અથવા આત્મનિવેદનનું નામ જ સ્તોત્ર છે.'
‘અ’ ધાતુમાં ‘ત્ર' પ્રત્યય લગાવવાથી સ્તોત્ર અને ‘સ્તિનૈતિ’ પ્રત્યય હોવાથી સ્તુતિ શબ્દ બને છે. એનો અર્થ છે સ્તુતિ અર્થાત્ ‘સ્તોતવ્ય’. દેવતાના પ્રશંસનીય ગુણોના સંબંધિત શબ્દો જ સ્તુતિ અથવા સ્તોત્ર કહેવાય છે. જૈમિનીય ન્યાયમાલામાં ‘સ્તોતબાયા વેવતાયા: સ્તાવળે મુર્ખ: સંબંધળીર્તનું સ્તીતિશંતિ ધાત્વોર્ડાવ્યોર્જ:' તાત્પર્ય કે સ્તોત્ર શબ્દથી સામાન્ય રીતે એ સ્પષ્ટ થાય છે કે, આ સ્તુતિને માટે જ રચાયેલું કાવ્ય છે. પોતાના ઇષ્ટદેવની યશોગાથા, પોતાની આત્માભિલાષાને સ્તોત્રમાં એના રચનાકાર દ્વારા સાક્ષાત્કાર કરાવવામાં આવે છે તથા એવાં સ્તોત્ર ભક્તની ભક્તિભાવપૂર્વકની ઉત્કૃષ્ટ ચરમસીમાનો આભાસ કરાવે છે.
પોતાની પ્રાથમિક અવસ્થામાં જ્યારે સાધક શુભ રાગમાં પ્રવૃત્ત થાય છે ત્યારે પરાવલંબી ધ્યાનના રૂપમાં તે પોતાના અનુકરણીય એવં પ્રાપ્ય આદર્શ ઇષ્ટદેવના ગુણોમાં એકરાગ થઈને તેના ગુણગાન કરે છે. ઇષ્ટદેવના આ ભક્તિપૂર્વકના ગુણગાન જ ભાવભીના લલિત સ્તુતિ-સ્તોત્રોનું રૂપ લે છે. ‘ભૂતભૂતનુળોમાવન સ્તુતિઃ' આરાધ્યમાં જે ગુણ છે અને જે નથી પણ એની ઉપસ્થિતિનું નામ જ સ્તુતિ છે. ભક્તિના આવેશમાં ભક્ત બહુધા ભગવાનમાં એવા ગુણોનું પણ આરોપણ કરી દે છે જે એમાં નથી.