Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જબૂદ્વીપના વર્ષધર પર્વતનું સ્વરૂપ, ગણવાનું કારણ શું? ઉત્તર:–જેડખે ગણેલા બે પર્વતે લંબાઈ ઉંચાઈ પહોળાઈ વિગેરેમાં તદન એક સરખા છે, માટે બે બે પર્વતને જૂદા જૂદા ભાગમાં હોવા છતાં એક સાથે ગણ્યા છે. એ છ કુલગિરિનું વધર (વર્ષ એટલે ક્ષેત્ર ને ધર એટલે ધારણ કરનાર) એવું નામ પણ કહ્યું છે, કારણ કે આગળ કહેવાતાં સાત મહાક્ષેત્રોની મર્યાદા બાંધીને રહ્યા છે, અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે પડેલા હોવાથી સાત ક્ષેત્રની મર્યાદા એ પર્વતે વડે થયેલી છે. અથવા ક્ષેત્રોના સાત ભાગ પડ્યા તે એ પર્વતો વચ્ચે આવવાથી પડ્યા છે. તથા કુલ–પર્વતને સમુદાય તેમાં એ છ પર્વત મોટા હોવાથી યુરિ કહેવાય છે, (પિતાના કુલમાં–વંશમાં મહાગુણવંતને પણ જેમ કુલપર્વત કહેવાય છે તદ્વત્ .) એ પર્વતનાં એ નામ ગુણવાચક છે, જેમ કે–
હિમ=હેમ સુવર્ણ, તેને બનેલો હોવાથી અને બીજા હિમવાની અપેક્ષાએ ના હેવાથી કુરિવંત, અથવા હિમવાનું નામ દેવ અધિપતિ હોવાથી લઘુહિમવાન પર્વત, અથવા એ નામ ત્રણે કાળનું શાશ્વત છે. તથા શિખરી એટલે વૃક્ષ, તે આકારનાં ઘણું શિખરો હોવાથી નિરી, જે ૧૧ શિખરો આ પર્વતનાં ગણાવ્યાં છે, તે શિખર નહિ પણ તે સિવાયનાં બીજાં ઘણું શિખરો વૃક્ષોના આકારવત્ જૂદા જૂદા આકારનાં છે માટે શિખરી નામ છે. અથવા શિખરી નામને દેવ અધિપતિ હોવાથી, અથવા શાશ્વત એ નામ છે. તથા સુવર્ણનો હોવાથી અને પૂર્વોક્ત હિમવંતથી ઘણો મોટો હોવાથી માર્મિવંત, તથા રૂકમ એટલે રૂપાને બનેલો પર્વત તે દ. તથા નિષધ નામનો દેવ અધિપતિ હેવાથી નિજ, અને નીલરંગના વેર્યમણિનો હોવાથી નીવંત પર્વત, એ ગુણવાચક નામે છે. એ સર્વની લંબાઈ વિગેરે સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
વળી એ દરેક પર્વતની દક્ષિણબાજુ અને ઉત્તરબાજુએ એકેક વેદિકા તે પણ બે બે વનખંડે સહિત છે, જેથી એક પર્વતને બે વેદિકા અને ચાર વનખંડ છે, તે વેદિકા અને વનખંડની લંબાઈ પર્વતના લંબાઈ જેટલી જાણવી, તથા વેદિકાની પહોળાઈ પાંચસો ધનુષ્ટ્ર અને ઉંચાઈ બે ગાઉની છે, તેમજ વનખંડની પહોળાઈ દેશોન બે યોજન દરેકની જાણવી. વળી આ વેદિકા વનડે તદન નીચેના ભાગમાં જમીન ઉપર આવેલા છે, પણ પર્વતની ઉપર નહિં. જે ૨૨ છે
અવતરણ -આ ગાથામાં સાત મહાક્ષેત્રોનાં નામ કહે છે –