Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દશપ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન.
વિસ્તર –ગાથામાં ૨-૪-૫-૭ કલ્પવૃક્ષનાં નામને “મંા” શબ્દ નથી તે પણ તેની સાથેના નામમાં અંગ શબ્દ આવે છે તે એ નામને પણ અનુસરે છે. હવે ક્યા કલ્પવૃક્ષ કઈ વસ્તુ આપે છે તે કહેવાય છે.
૧૦ કલ્પવૃક્ષથી યુગલિકને મળતી ૧૦ વસ્તુઓ ૨ મત્તા [ મ ] –મત્ત-મદ ઉપજાવવામાં કારણ રૂપ તે મત્તાંગ કલ્પવૃક્ષ. આ લોકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાઓ આસો સરકા વિગેરે સરખા રસ જેવા મધુર સ્નિગ્ધ અને આહાદક હોય છે તે રસ આ વૃક્ષોના ફળમાં સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, અને તેવાં ફળ ખાવાથી યુગલિકને પાન (પીવાના) આહારની ગરજ સારે છે. જેથી અહિંની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આલ્હાદ થાય છે, તેથી અનેકગુણ તૃપ્તિ ને આહાદ એ સ્વાભાવિક મળે છે.
૨ પતન [ T ] વૃક્ષ –મૃત ભરવું પૂરવું ઈત્યાદિ ક્રિયામાં અંગકારણરૂપ કલ્પવૃક્ષે તે મૃતાં કલ્પવૃક્ષો અથવા ભૂંગાંગ કલ્પવૃક્ષે. આ વૃક્ષેથી યુગલિકને ઘટ-કળશ-પાત્રી-ઝારી ઈત્યાદિ અનેક પ્રકારનાં વાસણેની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિનાં બનેલા હોય તેવાં અતિ કારીગરીવાળાં નકસીવાળાં જૂદા જૂદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષનાં ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહિની માફક યુગલિકોને અનાજ પાણી વિગેરે ભરી રાખવાનું નથી તેથી વાસણોની ગરજ નથી, તે પણ કઈ વખત કારણસર કંઈ અલ્પપ્રજન હોય તો આ વૃક્ષથી વાસણની ગરજ સારે છે.
રે તુટતા –તુટિત એટલે વાજિંત્રવિધિ, તેનું સંગ-કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષનાં ફળાદિ સ્વભાવથીજ વાજીંત્રોની ગરજ સારે છે. અર્થાત્ વાંસળી–વીણ-મૃદંગ–મુરજ ઈત્યાદિ અનેક વાજીંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પારણામ પામેલાં છે.
૪ તિરા વૃક્ષ—તિષ–સૂર્ય સરખી પ્રભાનું અંગ-કારણરૂપ વૃક્ષ તે તિરંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષના ફળને પ્રકાશ સૂર્ય સર હોય છે, પરંતુ સૂર્ય સરખે ઉગ્ન નહિ. અનેક તિવૃક્ષો હોવાથી એકની પ્રભા બીજામાં અને બીજાની તેમાં સંક્રાત થયેલી હોય છે, જેથી દ્વીપના બહાર રહેલા સ્થિર
જ્યોતિષી સરખાં સ્થિર અને પરસ્પરાકાન્ત પ્રકાશવાળાં છે. આકાશી સૂર્ય ઉગેલ હોય તે વખતે દિવસે એ વૃક્ષોની સાર્થકતા નથી, પરંતુ રાત્રે તો એ