Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૮૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. મrtT:-પૂર્વગાથામાં દ્વીપસમુદ્રોમાં ગ્રાદિકની સર્વસંખ્યા જાણવાને તે દ્વીપની ચંદ્રસિંખ્યા સાથે ગુણાકાર કરવાનું કહ્યું, પરન્ત કયા દ્વીપમાં વા સમુદ્રમાં કેટલા ચંદ્ર વા સૂર્ય છે ? તે જાણ્યા વિના ગ્રહાદિસંખ્યા જાણી શકાય નહિં, માટે આ ગાથામાં દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસંખ્યા જાણવાનું કરણ કહેવાય છે, તે આ પ્રમાણે– चउ चउ बारस वारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु अ, तिगुणा पुव्विल्लसंजुत्ता ॥ १८१ ॥.
શબ્દાર્થ:ધાનિ-ધાતકીખંડમાં
૩૮ વેસુ-સમુદ્રોમાં અને ક્રીપામાં સમસૂવા–ચંદ્ર અને સૂર્ય
તUTI-ત્રણ ગુણ કરીને પર [ ]- ત્યારપછીના Tદેવમંગુત્ત-પૂર્વના ચંદ્રાદિ સહિત કરવા.
સંસ્કૃત અનુવાદ. चत्वारश्चन्वारी द्वादश द्वादश लवण तथा धातकीखंड शशिसूर्याः । परत उदधिद्वीपेषु च, त्रिगुणाः पूर्वसंयुक्ताः ॥ १८१ ॥
Tયાર્થ:--ચાર ચંદ્ર ચાર સૂર્ય લવણસમુદ્રમાં છે, બાર ચંદ્ર બાર સૂર્ય ધાતકીખંડમાં છે, ત્યારપછીના સમુદ્રામાં અને દ્વિપમાં ત્રિગુણા કરીને પૂર્વના સર્વ ચંદ્રસૂર્ય ઉમેરવા, છે જેથી આગળ આગળના દ્વીપસમુદ્રમાં ચંદ્રાદિકની સંખ્યા આવે છે. મેં ૧૮૧ છે
fવનાથ:–જંબદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ રસૂર્ય છે તે ૧૬૯ મી ગાથામાં કહેવાઈ ગયું છે, ત્યારબાદ લવણસમુદ્રમાં ૪ ચન્દ્ર ૪ સૂર્ય છે, ત્યારબાદ ધાતકદીપમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય છે, અને ત્યાર પછીના સમુદ્રમાં અને દ્વીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા જાણવી હોય તો તે માટે કરણ કહે છે-જે સમુદ્ર વા દ્વીપમાં ચંદ્રસૂર્ય જાણવા હોય તેથી પૂર્વના [ પાછલા | દ્વીપ વે સમુદ્રમાં ચંદ્રસૂર્યની જે સંખ્યા હોય તેને ત્રણગણી કરીને તેથી પણ પહેલાંના દ્વીપસમુદ્રોમાં જેટલી ચંદ્રસૂર્ય સંખ્યા વ્યતીત થઈ હોય તે સર્વ આ ગુણાકારમાં ઉમેરવી, જેથી છેલા દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસૂર્યની સર્વસંખ્યા પ્રાપ્ત થાય, તે આ પ્રમાણે–
ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય જાણેલા છે અને તેથી આગળના કાલોદધિસમુદ્રમાં જાણવાના છે, તે ધાતકીખંડના ૧૨ ચંદ્રસૂર્યને ૩ ગુણ