Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
અભિષેક શિલાઓનું સ્વરૂપ. જન દીધું અને ૨૫૦ એજન મધ્યવિસ્તારવાળી અને ૪ યોજન ઉંચી છે, માટે તેના ૮૦૦૦મા ભાગે ૫૦૦ ધનુઃ દીધું અને ૨૫૦ ધનુષ વિસ્તારવાળા અને ૪ ધનુ ઉંચાં બે બે સિંહાસન છે, જેમાં એક સિંહાસન ઉત્તરતરફ અને બીજુ સિંહાસન દક્ષિણ તરફ હાય છે, પરંતુ સિંહાસનનાં મુખ વિજય તરફ હાય છે.
તથા દક્ષિણદિશામાં ગતિવયુવરા નામની અને ઉત્તરદિશામાં ગતિરો નંવરા નામની શિલા છે, તે બે શિલાઓ ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળું એક એક સિંહાસન છે તે શિલાના મધ્યભાગમાં છે. તથા દક્ષિણશિલા ઉપરના સિંહાસનનું મુખ ભરતક્ષેત્રતરફ અને ઉત્તરશિલા ઉપરના સિંહાસનનું મુખ ઐરાવતક્ષેત્રતરફ છે.
છે સિંહાસન ઉપર સ્વદિશિના જિનને જન્માભિષેક !
એ દરેક સિંહાસન ઉપર સ્વસ્વદિશિતરફના જિનેશ્વરને જન્માભિષેક થાય છે તે આ પ્રમાણે–પૂર્વદિશિની શિલાઉપરનાં બે સિંહાસનમાં જે એક સિંહાસન શિલાઉપર ઉત્તરદિશામાં છે તે ઉપર પૂર્વ મહાવિદેહક્ષેત્રની સીતા મહાનદીના ઉત્તર કીનારે આવેલી ૮ વિજયમાં જન્મેલા જિનેશ્વરેનો ( એક સમયે એકજ જિનેશ્વરને ) જન્માભિષેક થાય છે, અને દક્ષિણદિશિમાં રહેલા સિંહાસન ઉપર સતામહાનદીના દક્ષિણ કિનારાની ૮ વિજામાં જન્મેલા જિનેશ્વરને જન્માભિષેક થાય છે. એ પ્રમાણે પશ્ચિમશિલાઉપરનાં બે સિંહાસનેમાં પણ જે એક સિંહાસન શિલા ઉપર ઉત્તરદિશામાં છે તે ઉપર પશ્ચિમમહાવિદેહમની સીતાદા મહાનદીના ઉત્તરકિનારે આવેલી આડ વિજમાં જન્મેલા જિનેશ્વને જન્માભિષેક થાય છે. અને દક્ષિણ તરફના સિંહાસન ઉપર સીતાદાના દક્ષિણ કિનારાપરની ૮ વિજયામાં જન્મેલા જિનેશ્વરોને જન્માભિષેક થાય છે.
તથા દક્ષિણદિશાની શિલાઉપરના દક્ષિણમુખી સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરને, અને ઉત્તરદિશાની શિલા ઉપરના ઉત્તરાભિમુખી સિંહાસનઉપર ઐરાવતક્ષેત્રમાં જન્મતા જિનેશ્વરીના જન્માભિષેક થાય છે.
વળી જંબુદ્વિીપમાં સમકાળે ૨ અને ૪ જિનેશ્વરથી અધિકજિનેશ્વરોને જન્મ થતો નથી, તેથી ૬ સિંહાસનોથી વધુ સિહાસનો ઉપયોગી પણ ન હોય. ત્યાં એક સમયે ૨ જિનેશ્વર જન્મે ત્યારે ભારતમાં અને એરાવતમાં, તથા એક સમયે ૪ જિનેશ્વર જન્મે ત્યારે મહાવિદેહમાંજ જમે. પુનઃ મહાવિદેહમાં જન્મે ત્યારે ભરતરાવતમાં નહિં, અને ભરાવતમાં જન્મે ત્યારે મહાવિદેહમાં જિનજન્ય હાય નહિ, કારણ કે જિનેશ્વરના જન્મ મધ્યરાત્રે હોય છે, તેથી ભરતઐરાવતમાં મધ્યરાત્ર હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય છે, અને