Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દશપ્રકારના કલ્પવૃક્ષનુ‘ સ્વરૂપ.
૧૬૭
પરિણામ પામેલા હોય છે. જેથી યુગલિક સ્ત્રી તથા પુરૂષાને પાતાના સર્વ અંગના આભૂષણાની પ્રાપ્તિમાં આ વૃક્ષેા ઉપયાગી છે. અને યુગલકા એજ આભરણા પહેરે છે.
**
KTાર્પવૃક્ષ~~આ વૃક્ષેા તથાસ્વભાવથીજ વિવિધપ્રકારના ઘરાના આકારમાં પિરણામ પામેલ હાય છે, અને તે પણ એક માળ બે માળવાળાં ઇત્યાદિ અનેક માળવાળાં ત્રિકાણાદિ અનેકઆકારનાં વિવિધ રચના યુક્ત ગૃહા હાય છે. યુગલિકાને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરવા હાય ત્યારે આ વૃક્ષા ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયાગી છે. અહિં ફળાદિ ગૃહઆકારે નહિ પરન્તુ પૂર્ણ વૃક્ષ ગૃહ આકારે જાણવુ.
૨૦ અનિયત [ અનન ] જપવૃક્ષ--ઉપર કહેલા નવપ્રકારના પદાર્થોથી નિયત-જૂદા જૂદા પદાર્થ આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની સ્વાપન્ન વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતામાં બળ એ પદથી બનન વૃક્ષ એવુ નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષેાથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાન્તના વસ્ત્ર આસન આદિ વિવિધપદાર્થ પુનાર આ ૧૦ મુ કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી નગ્ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરનાર આ ૧૦ મુ અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળા આદિ દેવકૃષ્ણ વિગેરે ઉત્તમજાતિના વોરૂપે સ્વભાષથી જ પરિણામ પામેલ હાય છે, તેમજ આસના વિગેરે પણ સ્વભાવથી જ પરિણમેલાં હાય છે માટે એ ૧૦ મું કલ્પવૃક્ષ યુગલિકાને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયાગી છે.
॥ કલ્પવૃક્ષા વનસ્પતિ પરિણામી છે !
એ પ્રમાણે યુગલિકાની દરેક પ્રકારની જરૂરીયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષે પાતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષ્તિ નહિ પણ સ્વાભાવિકપરિણામવાળાં છે. વળી એ દરેક જાતિનાં વૃક્ષેા પગલે પગલે અનેક હેાય છે, પરન્તુ એક જાતિનુ એક હાય એમ નહિ. તેમજ અનેક પ્રકારનાં પ્રતિભેદવાળાં પણ છે. જેમ ભૃતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિનાં પણ અનેક વૃક્ષેા છે.
॥ કલ્પવૃક્ષ ઉપરાન્ત બીજા અનેક વૃક્ષ ॥
વળી પહેલા ત્રણઆરામાં કેવળ કલ્પવૃક્ષેા જ હાય છે એમ નિહું પરન્તુ આમ્ર ચંપક અશાક આદિ ખીજા પણ વર્તમાનસમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેકજાતિનાં અનેક અનેક વૃક્ષેા-ગુચ્છા-ગુક્ષ્મ-લતાઓ-વલય-તૃણુ-જલરૂહ-કુણા–ઔષધિ-હરિતકી-વલ્લી-અને પર્વ એ મારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિએ તથા અનેક સાધારણવનસ્પતિએ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળ