Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ક
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
બલ–પૃથ્વી વિગેરેના રસ કસ ઈત્યાદિ દરેક વસ્તુમાં કાળના મહિમાથી ન્યૂનતા આવતી જાય છે. અને ઉત્સપિણમાં એથી ઉલટું દરેક વસ્તુના રસકસમાં ક્રમશ: વૃદ્ધિ થતી જાય છે. જેમ ગાડાના ચક્ર ( પૈડાં ) માં બાર અથવા જૂનાધિક આરાઓ હોય છે, તે મુજબ આ કાળચકમાં ઉત્સર્પિણના છે અને અવસર્પિણીના છ એમ એકંદર બાર આરાઓ છે અને અનાદિસિદ્ધ નિયમને અનુસારે ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રમાં એ બાર આરાનું અનુક્રમે પરિભ્રમણ થયા કરે છે કે ૯૦ છે