Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ત્રીજા આશના પર્યન્ત જિનધર્માદિકની ઉત્પત્તિ.
૧૯૧
અમુક વખત સુધી અમુત્થાનમાં છૂટા રાખીને રોકી રાખવા, ચાર ખ'દિખાને નાખવા, અને અવિચ્છેદ્દ–શરીરના અવયવ છેદવા, એ ૪ પ્રકારની દંડનીતિ શ્રીઋષભદેવે અથવા ભરતચક્રવતીએ પ્રવર્તાવી, એમ એ અભિપ્રાય છે. આ સસ્વરૂપ તથા હજી કહેવાતુ સ્વરૂપ ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાને અગે છે, તે પ્રમાણે દરેક અવસર્પિણીના ત્રીજા આરાનું પર્યન્તભાગનું સ્વરૂપ પણ યથાસંભવ જાણુછ્યુ. કેવળ નામ વિગેરેમાં તફાવત જાણવા, અને શેષ ભાગ અનુક્રમે સરખી રીતે જાણવા.
। ત્રીજા આરાના પર્યન્તે જિનધર્માદિકની ઉત્પત્તિ
ત્રીજા આરાનાં ૮૪ લાખપૂર્વ અને ૮૯ પખવાડીઆં ખાકી રહ્યા ત્યારે શ્રી ઋષભકુલકર ઉત્પન્ન થયા, ૨૦ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ૬૩ લાખપૂર્વ રાજા તરીકે રહીને ૧ લાખપૂર્વ શ્રમણુઅવસ્થામાં રડી ૮૯ પખવાડીઆં ત્રીજાઆરાનાં બાકી રહ્ય સિદ્ધ થયા. રાજ્યઅવસ્થા વખતે માદરઅગ્નિ ઉત્પન્ન થયા, તેમજ જિનધર્મ એટલે સર્વવિરતિની ઉત્પત્તિ પ્રભુની દીક્ષાવખતે થઇ, પરન્તુ વિશિષ્ટ પ્રકારે તે પ્રભુની પ્રથમદેશનાવખતે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘની પ્રથમ સ્થાપના વખતેજ ચારે સામાયિકની ઉત્પત્તિ ગણાય, એ વખતે સર્વવિરતિ દેશિવરતિ સમ્યક્ત્વ અને શ્રુતની પ્રથમ ઉત્પત્તિ થઇ, પુન: અધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન આદિ અનેકભાવાની ઉત્પત્તિ પ્રભુના કેવલપર્યાયમાં થઇ. ગૃહસ્થાવાસ વખતે સ્ત્રીની ૬૪ કળાએ પુરૂષની ૭૨ કળાએ આદિ તથા સેા પ્રકારનાં શિલ્પ ( કારીગરીઆ ) ઉત્પન્ન થઇ, ખેતી વિગેરે મેાટાવ્યવહારો ભરતચક્રવતીએ પ્રવર્તાવ્યા છે. ઇત્યાદિ હજારો સાંસારિકવ્યવહાર અને ધર્મવ્યવહારોની ઉત્પત્તિ ત્રીજા આરાના પર્યન્તે ૮૪ લાખપૂર્વના કાળમાં થઈ છે.
પુન: શ્રીઋષભદેવના વખતમાં પણ યુગલિકધર્મ ચાલુ હતા, પરન્તુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિન્નગેાત્રીય સાથે લગ્નવિધિ દર્શાવી. ભાગાવલીક અવશ્ય ભાગગ્યેજ છૂટકા છે, એમ જાણી જન્મથી વીતરાગી છતાં સુનંદા સુમંગલા નામની બે સ્ત્રીએ પરણ્યા, અનેક ગૃહસ્થવ્યવહાર પ્રવર્તાવ્યા તે પણ મનુષ્યાને વિધિમાર્ગે વાળવા માટે અને ઉલટી વિધિથી દુ:ખી ન થવાના કારણથી જ, પરન્તુ સંસારના પ્રેમથી નહિં. ઇત્યાદિ અનેકવિશેષસ્વરૂપ સિદ્ધાન્તાથી જાણવા ચેાગ્ય છે.
વળી એ ત્રીજાઆરાના છેલ્લા ત્રીજા ભાગમાં પહેલા તીર્થંકરના કાળમાં છએ સંઘયણ છએ સંસ્થાનાવાળા મનુષ્ય હાય છે, મરણ પામીને પાંચે ગતિમાં