Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૫૮
શ્રી લઘુત્રસમાસ વિસ્તાથ સહિત.
૧
^
^
^
w
~-~
પશ્ચિમધાતકીખંડમાં જબૂદ્વીપની પેઠે ૬-૬ વર્ષધરપર્વત અને ૭-૭ મહાક્ષેત્રે આવેલાં છે, જેથી જંબુકીપમાં ૬ વર્ષધર છે, ત્યારે અહિં ૧૨ વર્ષધર છે, અને જંબુદ્વીપમાં ૭ મહાક્ષેત્ર છે ત્યારે અહિં ૧૪ મહાક્ષેત્ર છે, એ તફાવત છે.
- I વર્ષધો આરાસરખા અને ક્ષેત્રે વિવરસરખાં છે
ધાતકીખંડ તે એક મહાન ચક ( રથના પૈડા ) સરખે છે, જેમાં જંબદ્વીપસહિત લવણસમુદ્ર તે ચકની નાભિ છે, અને કાલેદધિસમુદ્ર તે ચકનો પ્રધિ (લોખંડની વાટ સરખે ) છે. એવા પ્રકારના એ ધાતકીદ્વીપ રૂપી મહાચકમાં ૧૨ વર્ષધર અને ૨ ઈષકાર મળી ૧૪ પર્વતે આરા સરખા છે, અને એ ચાદ આરાના ૧૪ આંતરામાં ૧૪ મહાક્ષેત્ર રહ્યાં છે, માટે ક્ષેત્રે આરાના વિવરસરખાં (આંતરાસરખાં) છે. એ પ્રમાણે ૧૪ પર્વત આરા સરખા હોવાથી પ્રારંભમાં એટલે લવણસમુદ્ર પાસે જેટલા પહોળા છે, તેટલા જ પહોળા પર્યો એટલે કાલેદધિસમુદ્ર પાસે પણ છે, અર્થાત્ એ ચૌદે પર્વતનો એક છેડો લવણસમુદ્રને અડેલો છે, અને બીજે છેડો કાલેદધિસમુદ્રને અડેલે છે, જેથી ચોદે પર્વતે ૪૦૦૦૦૦ (ચાર લાખ) યોજન લાંબા છે. એ પર્વત પ્રારંભે અને પર્યન્ત કેટલા પહોળા છે ? તે આગળ ૧૦મી ગાથામાં વિજ્ઞાન ધુવ એ ગાથાના વિસ્તરાર્થમાં (પૃ. ૩૭૫-૩૭૬ થી) કહેવાશે.
તથા વૈદ આંતરામાં રહેલાં ૧૪ મહાક્ષેત્ર તે પણ ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે વર્ષધરપર્વત જેટલાં જ ૪ લાખ જન લાંબાં છે, અને પહોળાઈમાં બહુ વિષમતા છે, કારણ કે લવણસમુદ્રપાસે ઍની પહોળાઈ અ૯પ છે, ત્યાર બાદ ચક્રના વિવરપ્રમાણે વધતી વધતી કાળદધિસમુદ્રપાસે ક્ષેત્રની પહોળાઈ ઘણી જ વધી ગઈ છે, જેથી આગળ ૧૦-૧૧-૧૨ મી ગાથામાં કહેવાશે તેવી ગણિતરીતિ પ્રમાણે પ્રારંભની મધ્યની અને પર્યન્તની એમ ત્રણ પહોળાઈ જુદી જૂદી દરેક ક્ષેત્રની કહેવાશે. • ૨ ૫ ૨૨૬ !
અવતર: –હવે આ ધાતકીખંડમાં જંબદ્વીપના પદાર્થ સરખા કયા ક્યા પદાર્થ છે તે કહેવાય છે–
दहकुंडंडुत्तममेरुमुस्सयं वित्थरं वियड्डाणं । वट्टगिरीणं च सुमेरुवजमिह जाण पुवसमं ॥३॥२२७॥