Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
માગધાદિ તીર્થનું વર્ણન
૧૫ Tયાર્થ:-ચક્રવત્તીને વશવતી નદીઓના પ્રવેશસ્થાને માગધતીર્થ અને પ્રભાસતીર્થ છે, અને તે બેની વચ્ચે વરદામતીર્થ છે. એ પ્રમાણે આ જંબુદ્વીપમાં સર્વમળીને ૧૦૨ તીર્થ છે કે ૮૯
વિસ્તર–ચકવતીને વશવતી ૩૪ વિજ હોય છે, માટે તે વિજયમાં બે બે મહાનદીઓ પણ ચકવર્તીને વશવની ગણાય, માટે તે દરેક વિજયની બે બે મહાનદી સમુદ્ર વિગેરેમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશસ્થાને જળના કિનારાથી ૧૨ યોજન દર માગધદેવ અને પ્રભાસદેના દ્વીપ અને તે ઉપર દેવપ્રાસાદ છે, તે તીર્થ કહેવાય છે. ત્યાં ભરતક્ષેત્રમાં ગંગાનદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં પૂર્વ દિશામાં અગ્નિકોણે માનતીર્થ છે, અને સિંધુ નદી પશ્ચિમમાં સમુદ્રને મળે છે, ત્યાં ૧૨ જન દૂર પ્રમાણતી ત્યbણે છે, અને તે બેની વચ્ચે અને ધ્યાની સમશ્રેણિએ દક્ષિણદિશામાં રામતીર્થ છે. એ રીતે એરાવતક્ષેત્રમાં રક્તવતી નદીના સંગમસ્થાને સૂર્યદિશાની અપેક્ષાએ પૂર્વદિશાતરફ અગ્નિકોણે અને ક્ષેત્રદિશાની અપેક્ષાએ પશ્ચિમદિશાતરફ માથાર્થ, રક્તાનદીના સંગમસ્થાને પ્રમાણિતાર્થ અને એ બેની વચ્ચે રમતીર્થ છે, એ રીતે સમુદ્રમાં ૬ તીર્થ છે.
તથા ૩ર વિયોની મહાનદીઓ સીતા તથા સીતાદા નદીમાં પ્રવેશ કરે છે માટે ત્યાં વિજયની રાજધાનીની નગરીથી (સીતા સીતાદા સમ્મુખ ઉભા રહેતાં) ડાબી બાજુ સીતા સીતારામાં માગધતીર્થ, જમણી બાજુ પ્રભાસતીર્થ, અને નગરીની સન્મુખ તથા એ બે તીર્થની વચ્ચે વરદામતીર્થ, છે.
તીર્થ શબ્દનો અર્થ છે. અહિં તીર્થ એટલે ભવથી તારનાર શત્રુંજયાદિતીર્થ સરખે અર્થ નથી પરંતુ g=d=ારવું એ ધાતુના અર્થપ્રમાણે જ્યાં તરાય એવું જળસ્થાન તે જ તીર્થ કહેવાય, અને તે જળસ્થાને રહેલ દેવસ્થાન પણ તીર્થ કહેવાય, જેથી એ ત્રણ દેવસ્થાને જળમાં રહેલાં હોવાથી તેમજ નદીઓના સંગમસ્થાન પાસે રહેલાં હોવાથી લેકવ્યવહારની અપેક્ષાએ તીર્થ કહેવાય છે. લેકમાં બે નદીઓના સંગમસ્થાને અથવા નદીસમુદ્રનાં સંગમસ્થાન પણ પવિત્ર તીર્થસ્વરૂપ મનાય છે, અને ત્યાં સ્નાન કરવાથી કે મહાપુણ્ય માને છે. જો કે વરદામતીર્થ સંગમસ્થાને નથી તે પણ બે તીર્થોની સદશ હોવાથી એ પણ તીર્થ છે.
અથવા તીર્થ એટલે જળમાં અવતરણ (ઉતરવું) માર્ગ. અર્થાત્ ચક્ર