Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દુક
શ્રી લધુક્ષેત્રસમાસ વિતરાઈ સહિત. , ખંડના વર્ષધરે તેમજ ક્ષેત્રે સર સમજવો પરંતુ લંબાઈ દ્વિગુણ સમજવી. અને પહોળાઈ ગ્રંથકાર પતેજ આગળ આઠમી ગાથામાં કહેશે.
વલી ધાતકીખંડના ભદ્રશાલ વનની અપેક્ષાએ પુષ્કરાઈનું ભદ્રશાલ વન લંબાઈમાં તેમજ પહોળાઈમાં દ્વિગુણ સમજવું. એટલે કે ધાતકીખંડના ભદ્રશાલા વનને મેરૂની પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૦૭૮૭૯ (એક લાખ સાત હજાર આઠસેને ઓગણુ એંશી) જન વિસ્તાર છે તેના કરતાં પુષ્પરાર્ધના ભદ્રશાલવનને મેરૂની પૂર્વ–પશ્ચિમ દિશામાં વિસ્તાર તેનાથી બમણે એટલે ૨૧૫૭૫૮ (બે લાખ પનર હજાર સાતસે અઠાવન ) જન પ્રમાણ થાય. અને ધાતકીખંડના ભદ્રશાલવન સંબંધી ઉત્તર-દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વ પશ્ચિમના વિસ્તારને જેમ અચાસીઓ ભાગીએ છીએ તે પ્રમાણે પુષ્કરાર્ધના ભદ્રશાલ વન સંબંધી ઉત્તર દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વદિશાના વિસ્તારને અઠયાસી વડે ભાગ કરતાં ૨૪૫૧છુ જેટલો ઉત્તર દક્ષિણનો વિસ્તાર પ્રાપ્ત થાય.
તથા પુષ્કરાઈના બે મેરૂ પર્વત તેમજ ઈસુકાર પર્વતને વિસ્તાર ધાતકીખંડના મેરૂ તથા ઈચ્છુંકારપર્વતના વિસ્તારતુલ્ય જાણ છે ૨ | ૨૪૩ છે