Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
અભિષેક શિલાઓનું સ્વરૂપ, તેને આકાર અષ્ટમીના અર્ધચંદ્રસરે છે. એ ચારે શિલાઓ વેતવર્ણના સુવર્ણની એટલે અનસુવર્ણની છે, અને દરેક શિલાની ચારે બાજુ વન અને વનને ફરતી વેદિકા છે. એ વન અને વેદિકાનું સ્વરૂપનું જંબદ્રીપની જગતીની વેદિકાસરખું જાણવું.
વળી આ ચારે શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાનો વક્રભાગ (અર્ધવૃત્તભાગ અથવા વક્રપરિધિ) ચૂલિકા સન્મુખ છે, અને જુતા ( સીધો છેડે ) પિતપોતાના ક્ષેત્રસમ્મુખ બાહ્યદિશિએ છે. ચારે દિશાએ ચાર તરણું [ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ] છે, દરેક તરણુ ત્રિપાન (ત્રણ ત્રણ પગથીના ચઢાવ) સહિત છે. વળી અર્ધચંદ્રઆકારે હોવાથી મધ્યભાગમાંજ ૨૫૦ જન વિસ્તારવાળી છે, અને ત્યારબાદ બન્ને બાજુએ ન્યૂન ન્યૂન વિસ્તારવાળી થતી પર્યન્ત ભાગે અતિસંકીર્ણ (સાંકડી) છે. અથવા શિલાઓ ધનુઆકારે પણ ગણાય, તેથી શિલાઓનું ધનુ પૃષ્ઠ (કામઠી ભાગ) ચૂલિકા તરફ અને જીવા (દરી) ક્ષેત્રો તરફ છે. તથા મધ્ય ભાગને ઈષ વિષંભ ૨૫૦ જન છે.
એ ચારે શિલાઓને ઉપરનો ભાગ બહુ રમણીય સપાટભૂમિવાળો છે, તે ઉપર અનેક (ચારે નિકાયના) દેવદેવીઓ બેસે છે, સૂએ છે, કીડા કરે છે, ઈત્યાદિ અનેક રીતે આનંદ કરી પોતાના પૂર્વનું પુણ્ય અનુભવે છે કે ૧૧૭ |
અવતર:–હવે આ બે ગાથાઓમાં એ ચારે શિલાઓનાં નામ તથા તે ઉપરનાં સિંહાસન વિગેરેનું સ્વરૂપ કહેવાય છે– सिलमाणसहस्सं-समाण सिंहासोहिं दोहि जुआ । सिल पंडुकंबला रत्त-कंबला पुवपच्छिमओ ॥ ११८ ॥ जामुत्तराओ ताओ, इगेगसीहासणाओ अइपुव्वा । चउसुवि तासुनिआसण-दिसिभवजिणमज्जणं होई ॥११९॥
1 ઘણા ગ્રંથોમાં ચાર શિલાઓ ચાર વર્ણની જૂદી જૂદી કહી છે, ત્યાં પૂર્વ દિશામાં અનસવર્ણની સર્વથા શ્રવણની દક્ષિણે શિલાપણ અનસુવર્ણની, તો પણ કિંચિત
ક્ષ્મળગર્ભસરખા વેતવર્ણની, પશ્ચિમદિશામાં તપનીયસુવર્ણની રક્તવર્ણની, અને ઉત્તરે રક્તસુવર્ણની રક્તવર્ણની, જેથી બે વેતવર્ણ અને બે રક્તવણે છે.