Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
પાંચમા આરાના પર્યન્ત અનેક કુવૃષ્ટિઆ.
શબ્દાઃ
વર્ધ-ક્ષારવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ વિસ ěિ-વિષ આદિકની વૃષ્ટિ વડે હાહા ખૂબ યાર્-હાહાકાર કરાયલી પૂથ્વી-પૃથ્વીમાં,
૧૭૭
વાવીય-પક્ષીઓનાંખીજ વિયજ્ઞભુ-દંતાઢ્ય આદિ પર્વ તામાં જીયં-મનુષ્ય વિગેરેનાં ખીજ વિટાનુ–ખિલેામાં
સંસ્કૃત અનુવાદ
क्षाराग्निविपादिभिर्हाहाभूतकृतायां पृथिव्यां ।
खगबीजं वैताढ्यादिषु नरादिवीजं पृथिव्यां ॥ १०३ ॥
ગાથાર્થ:—ક્ષાવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ અને વિષઆદિકની વૃષ્ટિઆવડૅ હાહાકાર વાળી થયેલી આ પૃથ્વીમાં પક્ષીએનાં બીજ વૈતાઢ્યવિગેરે સ્થાનામાં અને મનુષ્ય વિગેરેનાં બીજ બિલેા વિગેરેમાં રહેશે !! ૧૦૩ :
વિસ્તરાર્થ:—-હવે પાંચમા દુ:ધમઆરાના પર્યન્ત ધર્માદિકના અન્ત થયા બાદ આ પૃથ્વીમાં કેવા કેવા પ્રકારના દુઃખકારી ભાવા ઉત્પન્ન થશે ત કહેવાય છે. ૫ પાંચમા આરાના પર્યન્તે અનેક કુવૃષ્ટિએ ૫
પાંચમા આરનાં છેલ્લાં ૧૦૦ વર્ષ બાકી રહે તે વખત ક્ષારવૃષ્ટિ એટલે લવણસરખા ખારાજળની વૃષ્ટિએ, અગ્નિવૃષ્ટિ એટલે શરીરે દાહ ઉપ અવા જળની વૃષ્ટિએ, વિવૃષ્ટિ એટલે લેકમાં મરકી ફેલાય. અવા ઝેરીજળની વૃષ્ટિઆ થાય છે, તથા ગાથામાં કહેલા બાદ્-અહિંદ શબ્દથી બીજી પણ અનેક કુવૃષ્ટિએ થાય છે. તે આ પ્રમાણે જળના ઉત્તમસ્વાદરહિત વૃષ્ટિ તે અરસવૃષ્ટિ, વિલક્ષણસ્વાદવાળા જળનીવૃષ્ટિ તુ વિરસવૃષ્ટિ, છાણસરખા મેળા જળનીવૃષ્ટિ તે ખાત્રવૃષ્ટિ, ઘણી વિજળીએ પડે એવા મેઘની વૃષ્ટિ તે વિદ્યુત્ વૃષ્ટિ, પર્વતાને પણ બેદી નાખે એવા ઉગ્રજળની વૃષ્ટિ ત વ વૃષ્ટિ, પીવાના
* શ્રી જંબૂ॰ પ્રની વૃત્તિમાં દર્શાવેલા મતાન્તર પ્રમાણે ૧૦૦ વર્ષ. અને આ ક્ષેત્રસમાસમાં આ ગાથા પાંચમા આરાન સબંધમાં આવવાથી એ મતાંતર પણ અહિંજ સબ ધવાળા થાય છે. કારણકે સિદ્ધાન્તોમાં તો એ સર્વભાવ છઠ્ઠારા-ની ઉત્કૃષ્ટતા વખતે પ્રવર્તતા કહ્યા છે. તે પણ પાંચમાં આરાના ૧૦૦ વર્ષોવથી એ ભાવ ધીરે ધીરે શરૂ થતા હોય અને ત્યારબાદ છઠ્ઠા આરામાં અતિ ઉત્કૃષ્ટ દેં આવે તે બત મન્તવ્યા અપેક્ષાથી અધિસવાદી સમજાય છે, વળી સત્રકર્તાએની વિચિત્રવિવક્ષ આ હોવાથી કઈ કઈ રીતે કહું અને કાઈ કઈ રીતે કહે તા તે વિસંવાદ નહિં પરન્તુ અપેક્ષાવાદ વા નયવાદ કહેવાય,
૧૩