Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
**
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
છે તે ખંડની સખ્યા છે, જેમ મહાવિદેહ ૬૪ ખંડ પ્રમાણના છે, સર્વ મળી જબૂઢીપ ૧૯૦ ખંડ પ્રમાણના છે, અહિં ખંડ એટલે ભરત અથવા ઐરાવત ક્ષેત્ર જેટલા ભાગ. ॥ ૨૩ ॥
અવતરળ:-હવે એ સાત ક્ષેત્રાના મધ્યભાગમાં એકેક પર્વત છે તે પર્વતાનાં નામ આ ગાથામાં કહેવાય છે.
दो दीहा चउ वहा, वेअद्वा खित्तछकमज्झमि । મેજ વિમો, માળમિત્તો ગિરીજું ॥ ૨૪ ॥
શબ્દાઃ—
ટીયા-દ્વી
વટા–વૃત્ત, ગાળ વેબ-વૈતાઢ્ય
જ્ઞો-અહિંથી, હવે પુરુશિરોળ-કુલગિરિઓનુ
સંસ્કૃત અનુવાદ
द्वौ दीर्घौ चत्वारो वृत्ता वैताढ्या क्षेत्रषट्कमध्ये | મેવિતમધ્યે, પ્રમાળ તઃ ગિરીનમ્ ॥ ૨૪ ॥
પાર્થ:—એ દીર્ઘ વૈતાઢ્ય અને ચાર વૃત્ત વૈતાઢ્ય ( એ ૬ વૈતાઢ્ય ) છ ક્ષેત્રમાં છે, અને મહાવિદેહના મધ્યમાં મેરૂ પર્વત છે. હવે કુલિગારઓનુ ( વર્ષધર પતાનું) પ્રમાણુ ( ઉંચાઇ આદિ ) કહેવાય છે. ૫ ૨૪ ૫
વિસ્તરાર્થ:——છ મહાક્ષેત્રામાં મધ્યભાગે જે ૬ પર્વત છે તે વૈતાઢ્ય નામના છે, અને તેમાં પણ એ દીર્ઘ વૈતાત્મ્ય એટલે પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢ્ય છે, અને ચાર વૈતાઢ્ય વૃત્ત આકારના એટલે પલ્ય સરખા ગોળ આકારના છે. તથા મહાવિદેહના મધ્યભાગમાં જે પર્વત છે તે મેરુ નામના છે, અથવા તેનું બીજું નામ મુદ્દર્શનગિરિ પણ છે, તેને આકાર શિખર સરખા છે, એટલે મૂળમાં અતિવિસ્તૃત અને ઉપર જતાં પાતળા થતા જાય છે, જેથી ઉંચા કરેલા ગાયના પુચ્છના આકાર સરખા પણુ ગણાય, એ પ્રમાણે સાતે મધ્યપર્વ તા નામશેઢે એ ભેદવાળા અને આકારભેદે ત્રણ ભેદવાળા છે. ત્યાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના અતિ મધ્યભાગે બે દીર્ધ વૈતાઢ્ય છે, અને હિમવત આદિ ચાર ક્ષેત્રમાં