Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જબૂવૃક્ષ વર્ણનાધિકાર
૨૨૯ सो रययमयपवालो, राययविडिमो य रयणपुप्फफलो। कोसदुगं उव्वेहे, थुडसाहाविडिमविरकंभे ॥१४० ॥
શબ્દાર્થ – સોતે જંબવૃક્ષ
ચળ –રલમય પુષ્પ ફળવાળું રચયમય રજતમય, રૂપામય
યુવેદે–ઉધમાં, ઉંડાઈમાં વા=પ્રવાલ, નવા પલ્લવ
દુસાહવિડિમ=થડ શાખા અને વિડિમના રાવિડિમો-રૂપાની ઊર્થશાખાવાળું | વિજલમેકવિધ્વંભમાં
સંસ્કૃત અનુવાદ. स रजतमयप्रवालो राजतविडिमश्च रत्नपुष्पफलः । क्रोशद्विकमुद्वेधे, स्थूडशाखाविडिमविष्कंभे ॥१४० ॥
થાઈ:–તે જ બવૃક્ષ રૂપાના પ્રવાલવાળું [નાની શાખાઓની કુંપળોવાળું રૂપાની વિડિમા (ઉભી ઊર્ધ્વ શાખા) વાળું, અનેક રનના પુષ્પફળવાળું છે. તથા ઉંડાઈમાં થડના વિસ્તારમાં શાખાના વિસ્તારમાં અને વિડિમાના વિસ્તારમાં બે ગાઉ પ્રમાણવાળું છે. ૧૪૦
વિસ્તરાર્થ–એ જંબવૃક્ષની નાની શાખાઓમાંથી જે નવી કુંપળ ફૂટેલી છે તે રૂપાની છે, અને થડના અભાગે જે એક મોટામાં મોટી મધ્યશાખા સીધી ઊર્ધ્વદિશામાં ઉભી ગયેલી છે, તે વિકિમ શાખા રૂપાની છે, તથા પુષ્પ અને ફળો વિવિધ પ્રકારના રત્નનાં છે. તથા એ વૃક્ષ ભૂમિમાં બે ગાઉ ઉંડું છે, એનું થડ (સ્કંધ) બે ગાઉ જાડું છે, તથા મધ્યવતી વિડિમા નામની મહાશાખા, અને ચાર દિશિની ચાર શાખાઓ એ પાંચ શાખા બે બે ગાઉ જાડી છે. ૧૪૦ છે
મતર—આ ગાથામાં વૃક્ષની શાખાઓ વિગેરેનું પ્રમાણ તથા તે ઉપર રહેલાં ભવને કહેવાય છે તે આ પ્રમાણે– थुडसाहाविडिमदीहत्ति, गाऊए अट्ठपनरचउवीसं । साहा सिरिसमभवणा, तम्माण सचेइअं विडिमं ॥ १४१ ॥
શબ્દાર્થ – હત્તિ-દીર્ઘપણમાં
તમ-તેટલાજ પ્રમાણુવાળા સિરિસમ-શ્રીદેવી સરખા
સમં–ત્યસહિત