Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૮૮
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. તથા બહારના ચંદ્રસૂર્ય સ્થિર હોવાથી જ્યાં રાત્રિ ત્યાં સદાકાળ રાત્રિ અને જ્યાં પ્રકાશ ત્યાં સદાકાળ પ્રકાશ જ હોય છે. તથા મનુષ્યક્ષેત્રના - તિષીઓનાં વિમાનથી બહારના ચંદ્રસૂર્યાદિનાં વિમાને અર્ધપ્રમાણમાં છે, જેથી ચંદ્રનું વિમાન એક યજનના એકસઠીયા ૨૮ ભાગનું સૂર્યનું ૨૪ ભાગનું ગ્રહનું ૧ ગાઉનું નક્ષત્રનું બે ગાઉનું અને તારાનું અઢીસો ધનુ પ્રમાણનું છે, તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિષીઓ અર્ધ કવિઠ (ડું) ફળ [અર્ધઘનગોળના આકારે છે, અને બહારના જ્યોતિષીઓ પાકી ઈંટ સરખા એટલે લંબચોરસ આકારના છે. તેમજ અધિક સુંદર વિમાનો છે-અહિં પાકી ઇંટનું દ્રષ્ટાન્ત તે વિમાનની રક્ત કાંતિને સૂચવવા માટે છે. તથા પ્રકાશ-અન્તર ઇત્યાદિ અધિકવર્ણન અન્યગ્રંથથી જાણવા યોગ્ય છે || રૂતિ વાઘદ્વીપસમુદ્રત કત સ્વરૂપ
અવતર:–આ જંબદ્વીપના પ્રકરણમાં જંબદ્વીપ વૃત્તપ્રતર (ગાળ થાળી સરખો) છે, તે તેનો પરિધિ-ઘેરા કેટલે? તે આ ગાળામાં કહેવાય છે – इह परिहि तिलकासोलसहस सयदुन्नि पउणअडवीसा । धणुहडवीससयंगुल-तेरससड्ढा समहिआ य ॥१८५ ॥
શબ્દાર્થ – -અહિં, જબુદ્વીપનો
ધનુર્દ-ધનુષ વરિ-પરિધિ ઘેરાવ
ટાય-એકસાઅઠ્ઠાવીસ તિક્ષાઢસા-ત્રણ લાખ સોલહજાર રાજેતરમમઙ્ગા-સાડાતર અંગુલ નયર્નિં–બસો
7માં અને કંઇક અધિક વાવા-પાણીઅઠ્ઠાવીસ
સંસ્કૃત અનુવાદ. अत्र परिधिस्त्रीणि लक्षाणि पोडशसहस्राणि द्वे शते पादोनाष्टाविंशतिः । धनुषोऽष्टाविंशत्यधिकशतमंगुलानि त्रयोदशसाधानि समधिकानि च ॥१८५।।
ગાથાર્થ—અહિં જંબદ્વીપનો પરિધિ એટલે ઘેરા વણલાખ સાલહજાર બસો પિણીઅઠ્ઠાવીસ જન–એક અઠ્ઠાવીસ ધનુષ સાડાતેર અંગુલ અને તેથી પણ કંઈક અધિક છે. તે ૧૮૫ છે
વિસ્તરાર્થ – જંબદ્વીપની જગતીની બહારથી જગતીને અડીને જે જંબદ્રીપની પ્રદક્ષિણા ફરીએ તો ૩૧૬૨૨ના એજન, ૧૨૮ ધનુષ અને ૧લા અંશુદ્ધ