Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. નથી, અને તેના અભાવે સમુદ્રની ભરતી ઓટ પણ નથી, તથા લવણસમુદ્રની શિખા અને વેલના અભાવે વેલંધર અનુલંધર દેવ પણ નથી તેમજ તેના નિવાસપર્વતો પણ નથી તથા લવણસમુદ્રમાં જેમ સમુદ્રના વાયરાઓથી મેટાં મેટાં મોજાં ઉછળે છે તેવાં ઉછળતાં પાણું નથી, પરંતુ સ્થિર પાણી છે. તથા ઉત્તમ મેઘથી વર્ષેલા વર્ષાદ જેવું સામાન્ય જળ સરખું અતિ સ્વાદિષ્ટ પાણી છે.
તથા અતિથગ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતદેવ સમ–સરખા બે દે કાલ અને મહાકાલ નામના આ સમુદ્રના અધિપતિ છે. ત્યાં પૂર્વતરફના અર્ધા કાલેદસમુદ્રને અધિપતિ 1 નામને દેવ છે. અને પશ્ચિમદિશાતરફના અર્ધા કોલેદસમુદ્રને અધિપતિ માત્ર નામને દેવ છે, એ પ્રમાણે કાલેદ સમુદ્રમાં પણ પૂર્વ અને પશ્ચિમાઈ એ બે વિભાગ છે.
પ્રશ્ન:–અહિં સમુદ્રમાં બે વિભાગ શાથી? જેમ લવણસમુદ્રમાં બે વિભાગ અધિપતિદેવને અંગે છે નહિં, અને એકજ દેવ આખા સમુદ્રને અધિપતિ છે તેમ આ સમુદ્રને અધિપતિ પણ એકજ દેવ હોય તો શું હરકત ?
૩ત્તર:–કાલેદસમુદ્રમાં બે વિભાગ હોવા જેવું કંઈ અવશ્ય કારણ દેખાતું નથી, અને ધાતકીખંડથી પ્રારંભીને સ્વયંભૂરમણસમુદ્રસુધીના સવે દ્વીપ અને સમુદ્રોમાં બે બે અધિપતિ દેવો છે, તથા પુષ્કરદ્વીપ પછીના દ્વીપમાં વર્ષધરો તથા ક્ષેત્રો ન હોવા છતાં પણ બે બે દેવ અધિપતિ છે, તેથી ક્ષેત્રાદિ વિશિષ્ટભેદને લીધે જ બે દેવ હોય એ હેતું નથી, પરન્તુ ક્ષેત્રાદિ વિભાગે હોય કે ન હોય તો પણ ધાતકીખંડથી પ્રારંભીને સર્વદ્વીપ સમુદ્રોના જગસ્વભાવેજ બે બે અધિપતિદેવ છે એમ માનવામાં વિરોધ નથી, .
તથા કાલદસમુદ્રના એ બે અધિપતિ દેવો એક પોપમના આયુષ્યવાળા વિજયદેવ સરખા મહદ્ધિક છે, તેઓની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ બીજા કાલેદસમુદ્રમાં વિજયરાજધાની સરખી પોતપોતાની દિશામાં છે. વળી એ બે દેના બે દ્વીપ સુસ્થિતના ગેમદ્વીપ સરખા ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા અને ધાતકીખંડની જગતીથી ૧૨૦૦૦ યોજન દૂર છે, તે ઉપર એ દેવનાં ભવન છે. વળી આ બે દ્વીપ સમુદ્રભૂમિથી ૧૦૦૦ યેાજન ઉંચા જળમાં ડૂબેલા છે અને સર્વદિશાએ જળથી બે ગાઉ ઉંચા દેખાય છે, કારણ કે અહિં જળ સર્વત્ર સપાટ પ્રદેશવાળું હોવાથી વૃદ્ધિના અભાવે અમુક દિશાએ જળથી અધિક ઉંચાઈ તથા બીજી દિશાએ ન્યૂન ઉંચાઈ એમ છે જ નહિં, એવા આ બે દ્વીપોનાં નામ તથા સ્વરૂપ દેખાતું નથી પરંતુ સંભવિત રીતે ક્ષેત્રસમાસ લધુવૃત્તિના આધારે લખ્યું છે તેને પાઠ આ પ્રમાણે
तत्र कालादे सुस्थितलवणाधिपतिसमौ कालमहाकालाख्यौ सुरौ पूर्वापरदिशौ શૌતમviદક્ષીfધવતઃ[ =ત્યાં કાલદસમુદ્રમાં લવણસમુદ્રના અધિ