Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ઉત્સર્પિણીના છ આરાનું વર્ણન.
૧૮૫
૨ ફુડામ ગુપમ મા–બીજાઆરાનાં ર૧૦૦૦ વર્ષ વીત્યાબાદ ત્રીજે આરે પ્રવર્તે છે, તે વખતે વિશેષતામાં એજ કે–આયુષ્ય વધતું વધતું કોડપૂર્વવર્ષનું થાય છે, શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણુની થાય છે, અને મરણ પામીને સિદ્ધગતિમાં પણ જાય છે. યાવત્ અવસર્પિણીના ચોથા આરા સરખા સર્વભાવ પ્રગટ થાય છે. જેથી ૨૩ તીર્થકર-૧૧ ચકવત્તી–૯ બળદેવ-૯ વાસુદેવ પ્રતિવાસુદેવ-૯ નારદ ઉત્પન્ન થાય છે.
૪ ગુમ રુમ મા –અવસર્પિણના ત્રીજા આરા સરખો જાણ. વિશેષ એ કે-બે કડાકડિ સાગરોપમના ત્રણ ભાગ કરતાં ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬ સાગર પમ પ્રમાણના પહેલા ત્રિભાગમાં રાજધર્મ–ચારિત્રધર્મ અન્યદર્શનીયધર્મ–બાદર અગ્નિ (એ બધુ) વિછેદ પામશે, તથા આ પહેલાત્રિભાગમાં ૧૫ કુલકર સિવાયની સર્વવ્યવસ્થા અવસ. ના ચોથા આરાના છેલા ત્રિભાગ સરખી પરતુ ઉલટા ક્રમથી યથાસંભવ વિચારીને જાણવી, કારણકે આ વખતે કુલકરનું પ્રયોજન નથી. [અન્ય આચાર્યો ૧૫ કુલકરે પણ માને છે, અને ત્રણે દંડનીતિઓ વિપરીત અનુક્રમથી પ્રવર્તતી કહે છે. ] વળી આ આરાનાં પહેલાં ૮૯ પખવાડીઆં વ્યતીત થયે ૨૪મા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એક ચકવતી પણ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા ભાગમાં પુન: યુગલિકધર્મ પ્રવર્તે છે.
૧ મુપમ શા:–અવસર્પિણીના બીજા આરા સરખો, પરંતુ ઉલટા કમવાળો છે. ૬ કુમ કુમ :–અવસર્પિણીના પહેલા આરા સરખો, પરંતુ કમ
* આ ત્રીજા આરામાં ગ્રામ નગર દેશ ઇત્યાદિની ઉત્પત્તિ માટેનાં તથા લોકવ્યવહાર માટેનાં શિલ્પ અને કર્મોની ઉત્પત્તિ પહેલા જિનેશ્વર પ્રવર્તાવતા નથી, પરંતુ ક્ષેત્રભાવે વ્યુત્પન્નબુદ્ધિવાળા લકથી અથવા ક્ષેત્રાધિકાતા દેવથી અથવા પૂર્વના જતિસ્મરણાદિકવાળા પુરૂષથી પ્રથમથી જ પ્રવર્તેલાં હોય છે, પુનઃ રાજનીતિ આદિકની પ્રવૃત્તિ પણ એ પ્રમાણેજ જાણવી, પરંતુ કુલકરથી નહિં. કારણકે કુલકરનો કાળ ચોથા આરાના પહેલા ત્રિભાગમાં પ્રાપ્ત થાય છે, અને તે કાળમાં કુલકરોનું પ્રયોજન નથી, એમ કહ્યું છે. વળી આ ઉત્સપિણીના પહેલા પદ્મનાભતીર્થકર તે ૨૪મા તીર્થકર સરખા છે. એ રીતે તીર્થકરાદિકની સર્વની પરિપાટી વિપરીત અનુક્રમે યથાસંભવ જાણવી.
૧ ઉપર કહ્યા પ્રમાણે જે કે અવસવના ત્રીજા આરાના પર્યન્ત પ્રમાણે ચોથા આરાના પ્રારંભનો ત્રિભાગ વિચારતાં છેલ્લા તીર્થકરને કુલકરપણું હાય નહિં, પરંતુ તે સિવાયના ૧૫ કુલકરે હોય તે ઉલટક્રમે પ્રથમ ધિક્ આદિ ત્રણ દંડનીતિને અવકાશ છે, અને જે કુલકર ન માનીએ તે સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત ગણાય છે, જેથી કુલકરે કેવળ અવસર્પિણમાં જ થતા હશે એમ પ્રાપ્ત થાય છે, માટે અન્યમતે કુલકરોની ઉત્પત્તિ પણ વાસ્તવિક સમજાય છે.
२४