Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જમૂદ્રીપાન્તર્ગત નદી વર્ણનાધિકાર
૧૦૫
ઉત્તર તરફ વિજયા છે, એ એ વિજયાની વચ્ચે એકેક વક્ષસ્કારપત અને એકેક નદી આવી છે, એજ અન્તનદીએ ગણાય છે, કારણકે એ બે વિજયાની અન્તઃ-વચ્ચે આવી છે માટે, તેવી નદીઓ પૂર્વ મહાવિદેહમાં છ અને પશ્ચિમ વિદેહમાં પણ ૬ છે. તે પણ સીતાદા તથા સીતાનેજ મળે છે.
તથા પૂવિદેહની અને પશ્ચિમવિદેહની ૧૬–૧૬ વિજયામાં દરેકમાં ગંગા સિંધુ અને રક્તા તથા રક્તાવતી એ નામવાળી એ બે નદીએ છે. કઈ વિજયામાં કઈ નદીએ તથા વિજય વક્ષસ્કારપર્વત અને અન્તર્નદીઓના સર્વ અનુક્રમ આગળ મહાવિદેહક્ષેત્રના વર્ણનપ્રસ ંગે કહેવાશે. તે એ એ મહાનદીને દરેકને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓના પિરવાર છે, તે ચાદહજારના પરિવારવાળી નદી સીતાદામાં ૩૨ મળે છે, તેવી રીતે સીતાને પણ ૩૨ નદી મળે છે, જેથી
સીતાદામાં
સીતાનદીમાં
ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ વિદેહની પૂર્વ વિજ્રયાની પૂર્વ વિજ્રયાની
દેવકુરૂની પશ્ચિમ વિદેહની પશ્ચિમ વિજયાની પશ્ચિમ વિજયાની
૮૪૦૦૦ નદી
૬ અન્તર્ન દી ૩૨ મહાનદી
૪૪૮૦૦૦ પરિવારનદી ૫૩૨૦૩૮ સર્વ નદી
અહિં કેટલાક આચાર્ય મહાનદીએ ૩૮ ને જૂદી ન ગણીને ૫૩૨૦૦૦ નદીએજ ગણે છે. અને ચાલુ ગ્રંથમાં ગણત્રી કરી છે, માટે સીતેાદામાં પ૩૨૦૩૮ નદીઓનુ જળ ભેગુ થાય છે, અને સીતામાં પણ એટલીજ નદીઆનુ જળ ભેગુ થતું હેાવાથી ખન્ને મહાનદીને ભેગા પિરવાર ગણતાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૬૪૦૭૬ ( દશલાખ ચાસઠહજાર છેતેર ) એટલી નદીઓ છે.
પુનઃ કેટલાક આચાર્ય અન્તદીઓને પણ દરેકના ચૌદ ચૌદ હજાર અથવા અઠ્ઠાવીસ અાવીસ હજારના પિરવાર ગણે છે, જેથી ૧૬૮૦૦૦ નદીએ પરિવારનદીમાં અધિક થાય છે, પરન્તુ વિશેષ અભિપ્રાય તા અન્તર્નદીઓના પિરવાર જૂદા ન ગણતાં વિજયની બે મહાનદીના પરિવાર તેજ અન્તનદીના ૨૮૦૦૦ પિરવાર ગણવા તરફના છે. જેમ સૂર્યના પિરવાર જૂદો નથી, પરન્તુ ચંદ્રના ૨૮ નક્ષત્રાદિ પરિવાર એજ સૂર્યના પશુ ગણાય તેવી રીતે અન્તર્ન દી આને પિરવાર છૂંદો ન ગણવા. દિગંબરસપ્રદાયમાં પણ અન્તનદીઓના પરિવાર જૂદા ગણ્યા નથી
૧૪