Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૭૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. છે, કારણ કે કાળક્રમે યુગલિકે માં મમત્વ રાગ દ્વેષ આદિ અવગુણ વધવાથી થતા અપરાધ માટે જે વિશિષ્ટબુદ્ધિવાળા પુરૂષને યુગલિકે મોટા પદે સ્થાપે છે અને તે લોકમાં અમુક અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે, તે વ્યવસ્થા પ્રમાણે નહિં વર્તનાર અપરાધી યુગલિકને શિક્ષા કરે છે. એવા પ્રકારે લેકમર્યાદા સાચવનારા પુરૂ કુલકર કહેવાય છે.
વળી શ્રી આવશ્યકજીમાં વિમળવાહન-ચક્ષુબ્બાન-યશસ્વી-અભિચંદ્ર-પ્રસેન જિ-મરૂદેવ-અને નાભિ એ ૭ કુલકર પણ કહ્યા છે, ઈત્યાદિવિચાર સિદ્ધા
નથી જાણ. એ ૧૫ કુલકરોમાં પહેલા વિમળવાહનકુલકરનું આયુષ્ય પત્યાઅમને દશમે ભાગ, શેષ ૧૨ કુલકરનું આયુષ્ય અસંખ્ય અસંખ્ય પૂર્વ (અનુક્રમે હન હન), અને નાભિકુલકરનું સંખ્યાતપૂર્વ આયુષ્ય અને ષભકુલકરનું ૮૪ લાખપૂર્વ આયુષ્ય જાણવું.
કુલકરોએ પ્રવર્તાવેલી ૩ પ્રકારની દંડ નીતિ. છે પહેલા પાંચ કુલકરેએ શા કાર નીતિ પ્રવર્તાવી, જેથી અપરાધી યુગલિકાને “ હા આ શું કર્યું? ” એટલું જ કહેવા માત્રથી અપરાધી યુગલિકે મરણતુલ્યશિક્ષા થયેલી માનીને પુન: તેવો અપરાધ ન કરવામાં સાવચેત રહેતા, ત્યાં સુમતિકુલકરે કારની દંડનીતિ ઉત્પન્ન કરી, અને બીજા ચાર કુલકરાએ તેની તેજ દંડનીતિ પ્રમાણે અનુકરણ કર્યું. ત્યારબાદ છ ક્ષેમધર કુલકરે માં કાર નામની બીજી દંડનીતિ પ્રવર્તાવી, અને બીજા ચાર કુલકરેએ એજ દંડનીતિનું અનુકરણ કર્યું, જેથી બીજા પાંચ કુલકરના વખતમાં માં કાર દંડનીતિ પ્રવતી. અહિ જે યુગલિક પહેલી હાકાર દંડનીતિને યોગ્ય હોય તેઓને માટે દાકાર, અને તેની અવગણના કરે એવાને માટે મકાર દંડનીતિ હતી. અર્થાત્ “હવેથી તું આવું કામ ન કરીશ” એ માકારનીતિનું તાત્પર્ય છે. અથવા મેટાઅપરાધમાં મા અને લઘુઅપરાધમાં હા દંડનીતિ હતી એમ પણ કહ્યું છે. શેષ પાંચ કુલકરોએ ધિકાર નામની ત્રીજી દંડનીતિ પ્રવર્તાવી. શેષ . સ્વરૂપ પૂર્વવત્ વિચારવું.
પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ. એ ત્રણ નીતિ ઉપરાન્ત રિમ-બેલાવીને વિશેષ ઠપકે દે, મંદવંધ * જંબૂ પ્રમૂળસત્રમાં હકાર મકાર બે નીતિ કહી છે, અને વૃત્તિમાં કેવળ સાકાર કહી છે
૧-૭ કુલકરની અપેક્ષાએ ૧-૨માં હો, ૩-૪માં હતા અને મા, ૫-૬-૭માં હા માં , ધિ એ રીતે ૩ દંડનીતિ કહી છે.