Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ann
^^^^^^^^^^^^^^ ૧
ગુફાના પ્રકાશમંડલેનું સ્વરૂપ.
૧૪ નના પ્રારંભમાં લખે. ત્યારબાદ પશ્ચિમભિત્તિઉપર પાંચમા જનના પ્રારંભમાં ચાણું મંડળ લખે, ત્યારબાદ એજ પદ્ધતિએ પૂર્વભિત્તિઉપર છઠ્ઠા એજનના પ્રારંભમાં પાંચમું મંડળ લખે, એ રીતે યાવત્ ૪૮ મું મંડળ ઉત્તરદ્વારના પશ્ચિમકપાટઉપર પહેલા એજનના આરંભમાં અને ૪૯ મું મંડળ ઉત્તરદ્વારના પૂર્વકપાટઉપર બીજા જનના આરંભમાં આલેખે. એ પ્રમાણે એક ભિત્તિ ઉપર ૨૫ અને બીજી ભિત્તિઉપર ૨૪ મળીને ૪૯ મંડળ થાય.
છે પ્રકાશમંડળનું લંબાઈ આદિ પ્રમાણ એ દરેક પ્રકાશમંડળ ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ લાંબુ પહેલુ અને વલયાકાર હોય છે, તથા ગુફાની પહોળાઈ જેટલો લાંબે સન્મુખ પ્રકાશ પડવાથી એ મંડળના પ્રકાશની લંબાઈ પ્રમાણગુલથી ૧૨ જન છે, તથા ગુફાની ઉંચાઈ પ્રમાણે આઠ જન પ્રકાશની ઉંચાઈ છે, અને પોતાની બે પડખે છે ને
જન પ્રકાશ ગણવાથી ૧ યેાજન પાર્શ્વવતી પ્રકાશ છે, અર્થાત્ દરેક મંડળ સન્મુખ દિશાએ પ્રમાણાંગુલી ૧ર જન સુધી પ્રકાશ કરે છે, ઉદ્ઘધ: ૮ જન અને બે પડખે મળી ૧ યોજન પ્રકાશ કરે છે. મંડળ–જેવો સૂર્ય તેવું જ દેખાય અને પ્રકાશ પણ સૂર્ય સરખો જ જાણવો.
છે પ્રકાશમંડળે વિગેરેની સ્થિતિ છે ચકવતી જ્યાં સુધી રાજ્ય કરે અથવા જીવે ત્યાં સુધી પ્રકાશમંડળે પ્રકાશ કરતાં રહે છે, તેમજ ગુફાઓમાં થઈને ઉત્તરખંડમાં જવું આવવું પણ ખુલ્લું રહે છે. તેમ જ ગુફામાંની બે નદી ઉપરના વાઈકીરને (ચક્રવતીના સુતારે) બાંધેલા પૂલ પણ કાયમ રહે છે, [ ત્યારબાદ ગુફાનાં દ્વાર બંધ થયે પ્રકાશમંડળે આદિ વિનાશ પામે છે. ]
એ પ્રમાણે ભરતવૈતાઢચની બીજી ખંડપ્રપાતગુફામાં પણ પ્રકાશમંડળનું સ્વરૂપ તમિસ્ત્રાગુફા સરખું જાણવું. વિશેષ એ કે–ઉત્તરભારતને દિગ્વિજય કરી - ચક્રવતી' દક્ષિણભારતમાં પાછો વળે ત્યારે એ ગુફાના ઉત્તરદ્વારમાં પ્રવેશ કરી દક્ષિણદ્વારથી બહાર નિકળે છે. માટે તમિસાગુફા ઉત્તરભરતામાં જવાને માટે છે, અને ખંડપ્રપાતગુફા ચક્રવતીને દક્ષિણ ભારતમાં પાછા આવવા માટે ઉપયેગી થાય છે.
વળી ઐરાવત અને મહાવિદેહના ૩ર વૈતાની ગુફાઓનાં પ્રકાશમંડબેનું સ્વરૂપ પણ એ રીતે જ જાણવું, પરંતુ પ્રવેશ નિર્ગમમાં દિશાઓના