Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કમળ વર્ણન.
૭૩
થાર્થ –કમળના વિસ્તારથી અર્ધ પૃથ-વિસ્તારવાળી અને કમળવિસ્તારથી ચોથા ભાગ જેટલી ઉંચી સુવર્ણની કર્ણિકા છે, તે ઉપર દેવીનું ભવન છે, તે ભવન બે ગાઉ વિસ્તારવાળું ૧ ગાઉ દીર્ધ અને ચૌદસો ચાલીસ ધનુ ઉંચું છે. ૩૯
વિસ્તરાર્થ–તે કમળમાં કણિકા છે, ત્યાં કર્ણિકા તે કમળને બીજકોશ. જેની અંદર અનેક મણિમય બીજ ( લીલી કમળકાકડીઓ ) રહેલી છે, જેને આકાર લિંબડાની લિંબાડીએ સરખો હોય છે, તે બીજકોશ રૂપ કર્ણિકા ઊર્ધ્વસ્થિત શરાવ સરખી અથવા સોનીની એરણ સરખી પણ વૃત્ત આકારવાળી હોય છે. તે કમળના પુષ્પપત્રની વચ્ચે હોય છે, અને પત્રે એ કર્ણિકાને ચારે બાજુ વીટાઈને રહેલાં હોય છે. કમળદળની ઉંચાઈ બે ગાઉ ઈત્યાદિ છે, ત્યારે કર્ણિકાની ઉંચાઈ તેથી પણ અધી એટલે ૧ ગાઉ ઇત્યાદિ છે. માટે ગાથામાં કહેવા પ્રમાણે કમળને વિસ્તાર ૧–ર–૪ જન છે, ત્યારે તેથી અર્ધ પ્રમાણ કર્ણિકાને વિસ્તાર ૦–૧–૨ યાજન છે, અને કમળવિસ્તારના ચોથા ભાગે કર્ણિકાની ઉચાઈ છા-બા-૧ જન છે, એવી એ સુવર્ણકર્ણિકા ઉપર તે તે દ્રહની દેવીનું ભવન બે ગાઉ હાળું ૧ ગાઉ લાંબુ અને ૧૪૪૦ ધનુષ ( એટલે ૬૦ ધનુષન્યૂન ના ગાઉ ) ઉંચું છે.
પ્રમા–કમળનું તથા કર્ણિકાનું વિસ્તારાદિ પ્રમાણ જેમ ત્રણે કહયુગમાં જુદું જુદું કહ્યું તેમ ભવનનું પ્રમાણ જૂદું જુદું ન કહેતાં એકજ કેમ કહ્યું ?
સત્તા –કમળ અને કણિકાઓ ભિન્ન ભિન્ન પ્રમાણુવાળી છે, અને સર્વે કહોમાં ભવને એક સરખા પ્રમાણમાં છે માટે.
એ પ્રમાણે ચાર ગાઉ વિસ્તારવાળા કમળમાં બે ગાઉ વિસ્તારવાળી કર્ણિકા અને તેમાં પણ એક ગાઉ દીર્ઘ ભવન જેમ પદ્મદ્રહમાં યોગ્ય અવસ્થાનથી રહી શકે છે. તેમ બીજા ક્રમાં પણ દેવીભવનો યોગ્ય અવસ્થાનથી રહ્યાં છે, ભવનની ચારે બાજુ છૂટ પણ સારી રહે છે, અને તેથી વિશેષ શભનિક દેખાય છે. || ૩૯ ||
અવતરજ:–આ ગાથામાં દ્રહદેવીના ભવનનાં ત્રણ પ્રકાર તથા ભવનની અંદર દ્રહદેવીની શય્યા છે તે કહે છે – पच्छिम दिसिविणु धणु पण-सय उच्च ढाइजसयपिहुपवेसं । दारतिगं इह भवणे, मज्झे दहदेविसयणिजं ॥ ४०॥