Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 628
________________ * * * , , , શ્રી નંદીશ્વરદ્વીપ વર્ણન, પર્વત ઉપર એનાજ ચાર કપાળ અઈમહોત્સવ કરે છે, દક્ષિણ અંજનગિરિ ઉપર ચમરેન્દ્ર, અને દક્ષિણના ચાર દધિમુખ ઉપર ચમરેન્દ્રના ચાર લેપાલ અઈ ઉત્સવ કરે છે, તથા પશ્ચિમ અંજનગિરિ ઉપર બલીન્દ્ર અને પશ્ચિમના ૪ દધિમુખ ઉપર એને લેપાળ અ૬ઈ ઉત્સવ કરે છે. છેવિદિશાના ૪ રતિકર પર્વત અને ૧૬-૩ર ઇન્દ્રાણીઓની રાજધાની છે વળી આ દ્વીપના અતિમધ્યભાગે ચાર વિદિશામાં ૪ રતિપર્વત છે. આંતરાના બે બે રતિકોથી આ જૂદા રતિકર છે. તે સર્વ રત્નના બનેલા, ૧૦૦૦૦ (દશહજાર) જન ઉપરનીચે વિસ્તારવાળા, અને ૧૦૦૦ (એકહજાર) જન ઉંચા છે, તેથી ઝાલર ઘટ ] સરખા છે. ૨૫૦ એજન ભૂમિમાં દટાયેલા છે, અને ગાળ આકારના છે. એ દરેક રતિકરથી લાખ લાખ યેજન દૂર લાખ લાખ જનના પ્રમાણવાળી રાજધાનીએ ઈન્દ્રાણીઓની છે, તે આ પ્રમાણે– અગ્નિખૂણાના તિકર પર્વતની ચાર દિશાએ તથા નેત્રત્યકાણુના રતિકરની ચારે દિશાએ મળી સૌધર્મેન્દ્રની આઠ ઈન્દ્રાણીઓની રાજધાનીઓ છે. તથા વાયવ્ય અને ઈશાનકેશુના બે તિકર પર્વતની ચાર ચાર દિશાએ ઈશાનેન્દ્રની ૮ ઇન્દ્રાણીઓની ૮ રાજધાનીઓ છે જેથી સર્વ મળી ૧૬ રાજધાની છે. એ દરેક રાજધાનીમાં એકેક જિનચૈત્ય છે તેથી ૧૬ જિનચે ઇન્દ્રાણીની રાજધાનીઓનાં અધિક છે, વળી મતાન્તરે તો દરેક રતિકરની આઠે દિશામાં આઠ આઠ રાજધાનીઓ આઠ આઠ ઈન્દ્રાણીઓની ગણેલી હોવાથી દરેક ઈન્દ્રાણીની બે બે રાજધાની મળીને ૩૨ રાજધાની હોવાથી ૩૨ જિનચેત્ય પણ અધિક ગણાય છે. એ રીત નંદીશ્વરદ્વીપમાં પર (બાવન) ચૈત્ય તો પ્રસિદ્ધ છે, જેથી જૂદી જૂદી અપેક્ષાએ તે ૨૦-૫૦ અને રાજધાનીનાં ૧૬-૩૨ અધિક એટલાં શાશ્વત જિન છે. || ૧૧ મા કુલદીપમાં કુલગિરિ ઉપર ૪ જિનચૈત્ય છે એ નંદીશ્વરદ્વીપ ૮ મો છે, ત્યારબાદ ૯ મો અરૂણદ્વીપ, અને ૧૦ મે અરૂણે પપાતદ્વીપ, ત્યારબાદ ૧૧ મે આ શું સ્ત્રી છે. આ દ્વીપમાં અતિમધ્યભાગે વલયાકારે માનુષત્તરપર્વત સરખો સિંહનિષાદી આકારવાળે જિરિ નામને પર્વત છે, તે ૪૨૦૦૦ એજન ઉંચે, અને ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડે છે, તેની ઉપર અતિમધ્યભાગે ચાર દિશાએ ૪ જિનભવનો છે, તે નંદીશ્વરદ્વીપના સમાન છે. વળી અહિં લોકપાલની અગ્રમહિષીઓની ૩૨ રાજધાનીઓ છે તે આ પ્રમાણે * શાશ્વતપ્રતિમાની ગણત્રી પ્રસંગે નંદીશ્વરનાં ૫૨+૧૬ મળી ૬૮ ચૈત્ય ગયાં છે.

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669