Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લવણસમુદ્ર વર્ણન
૩૧૧ કિનારાથી ૯૫૦૦૦ જન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુકમે નીચી નીચી ઉતરતી ગઈ છે, જેથી ૯૫૦૦૦ જનને અને ૧૦૦૦ એજન જેટલી ભૂમિ ઉંડી થવાથી ત્યાં જળની ઉંડાઈ ૧૦૦૦ યોજન છે, તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૫૦૦૦ જન (જંબુદ્વીપતરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ: ભૂમિઉતાર થતાં ત્યાં પણ ૯૫૦૦૦ ને અને જળની ઉંડાઈ ૧૦૦૦ એજન થયેલી છે, એવા પ્રકારના ભૂમિઉતારને શાસ્ત્રમાં તીર્થ કહે છે. અર્થાત્ છે એટલે ગાય પાછું પીતી વખતે જેમ મુખતરફ નમેલા અને પૂછડાતરફ ઉંચા અંગવાળી હોય છે, તેવા પ્રકારનું જે તીર્થ એટલે જળમાં ભૂમિઉતાર અથવા જળને ઉતાર તે પોતીર્થ કહેવાય. જેથી જંબદ્વીપને અડતું જળ અંગુલના અસંખ્યાતમાભાગનું ઉંડું ગણવું, અને ત્યારબાદ અનુક્રમે જળની ઉંડાઈ વધતાં વધતાં ૫૦૦૦ એજનને અને ૧૦૦૦ જન ઉંડુ છે. એજ રીતે ધાતકી તરફના ૯૫૦૦૦ ચોજનમાં પણ જાણવું.
તથા લવણુસમુદ્ર ર૦૦૦૦૦ બે લાખ જન વિસ્તારવાળો હોવાથી બે બાજુના ૯૫૦૦૦-૫૦૦૦ એજન ગોતીર્થના બાદ કરતાં અતિમધ્યભાગે શેષ રહેલા ૧૦૦૦૦ દશ હજાર યોજન જેટલા વિસ્તારમાં ૧૦૦૦ એજન ઉંડાઈ એક સરખી રીતે છે.
તથા બન્ને બાજુએ જેમ ૫૦૦૦ જનસુધી ભૂમિઉતાર છે તેમ ૯૫૦૦૦ જનસુધી જળ પણ અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ચઢતું ઉંચું થતું ગયું છે, જેથી બન્ને બાજૂ ૫૦૦૦ને અને સમભૂમિની સપાટીથી ૭૦૦ એજન જેટલું ઉંચું જળ છે. જેથી તે સ્થાને નીચે ૧૦૦૦ જન ઉંડાઈ અને ૭૦૦ જન ઉંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧૭૦૦ એજન જેટલું ઉંચુ જળ છે. ૧ ૧૯૫ |
અવતર:–પૂર્વગાથામાં લવણસમુદ્રના જળની કમશ: વૃદ્ધિ થતાં ૯૫૦૦૦ ને અને ૭૦૦ એજન જળવૃદ્ધિ કહી, તા ૯૫૦૦૦ માંના કોઈપણ ઇચ્છિતસ્થાને જળવૃદ્ધિ જાણવી હોય તો શી રીતે જાણવી ? તેનો ઉપાય આ ગાથામાં [ ગણિતરીતિ ] દર્શાવાય છે
પ્રશ્ન-જળને કુદરતી સ્વભાવ હંમેશાં સપાટીમાં રહેવાનું છે, છતાં આ જળને કમશ: ચઢાવપૂર્વક ૭૦૦ એજન ઉંચું કહો છે તે કેમ બને ? ૩ –આ લવણસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્રરવભાવેજ ક્રમશઃ ચઢતું છે, એટલું જ નહિ પરંતુ આગળ કહેવાતી ત્રીજી ગાથાને અનુસાર કોટ સરખા ઉભા આકારનું અથવા ઉભી ભત્તિ સરખું પણુ છે, તે વળી એથી પણ અધિક આશ્ચર્યકારક છે,