Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૪
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
સંસ્કૃત અનુવાદ. द्विशतक्रोशैर्जम्ब्वाश्चतुर्दिक्षु पूर्वशालसमभवनानि । विदिक्षु शेषत्रिसमाश्चतुर्वापिकायुक्ताश्च प्रासादाः॥१४४॥
– જંબવૃક્ષથી બસો ગાઉ (પ૦ જન) દર ચારે દિશામાં પૂર્વની શાખાના ભવનસરખાં દેવભવને છે, અને વિદિશાઓમાં શેષ ત્રણપ્રાસાદ સરખા ચાર ચાર વાપિકાઓ સહિત પ્રાસાદ છે. ૧૪
વિસ્તરાર્થ:–જંબવૃક્ષને સર્વપરિવાર સમાપ્ત થયા બાદ જંબુપીઠની નીચે [સો સે જનવાળાં ત્રણ વન છે, ત્યાં પહેલા વનમાં] ૫૦-૫૦ એજન દૂર ચાર દિશામાં ચાર ભવનો અનાદતદેવનાં છે, તેમાં અનાદતદેવની એકેક શા છે, એ ચાર ભવનનું પ્રમાણ વિગેરે સર્વસ્વરૂપ જંબવૃક્ષની પૂર્વશાખાના ભવન સરખું જાણવું. તથા એજ પહેલા વનમાં ૫૦ એજન દૂર ચાર વિદિશિમાં ચાર પ્રાસાદ છે, તે દરેક પ્રાસાદની ચાર દિશાએ ચાર વાપિકા હવાથી ચાર પ્રાસાદો ૧૬ વાપિકાવાળા છે. એ પ્રાસાદનું સર્વસ્વરૂપ જ બવૃક્ષની ત્રણ શાખાઓના ત્રણ પ્રાસાદા સરખું જાણવું, અર્થાત્ એ ચારે પ્રાસાદમાં અનાદત દેવની આસ્થાન સભા હોવાથી સપરિવાર એકેક સિંહાસન છે. દરેક વાવડી વગાઉ પહોળી ૧ગાઉ લાંબી, ૫૦૦ધનુષ ઉંડી, તોરણે સહિત ચારદ્વારવાળી તથા એક વન અને એક વેદિકાવડે વીટાયેલી છે. એ પ્રમાણે ૧૦૦ જન વિસ્તારવાળા પહોળા વનમાં ચાર દિશાએ ચાર ભવન અને વિદિશાઓમાં ૪ પ્રાસાદ કહ્યા, તે ઉપરાન્ત એ આઠના આઠ આંતરામાં એકેક ભૂમિકૂટ છે, તે આગળની ગાથામાં કહેવાશે. છે ૧૪૪ છે.
અવતરળ.–તે પહેલા વનમાં ભવને અને પ્રાસાદોના આંતરામાં આઠ જિનફૂટ છે, તે તથા એવા પ્રકારનું બીજું શાત્મલિવૃક્ષ પણ છે તે આ ગાથામાં કહેવાય છે
ताणंतरेसु अडजिण-कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुको एमेव गरुलस्स ॥१४५॥
૧ શાસ્ત્રમાં જે કે સપરિવાર જંબૂવૃક્ષની આસપાસ એ ત્રણવન ૧૦૦-૧૦૦ યોજના વિધ્વંભવાળાં કહ્યાં છે, પરન્તુ એ ત્રણ વન ૫૦ ૦ એજનવાળા જંબુપીઠની ઉપર હોઈ શકે નહિં, તેમજ જંબુપીઠ ઉપર તે જંબૂવોજ ત્રણવ સહિત રહેલાં છે એમ જાણવું. માટે જંબુવક્ષથી એટલે જંબુપીઠથી નીચે ૫૦-૫૦ એજન દૂર (પહેલાવનમાં જ) દેવભવને તથા પ્રાસાદો છે, પરંતુ જંબૂ પીઠ ઉપર નહિં.